Rajkot/ રાજકોટ કોંગ્રેસમાં ફરી મહિલાઓની નારાજગી ચરમસીમાએ, કાર્યાલયની બહાર માંડ્યો મોરચો

રાજકોટમાં ફરી શહેર કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો કાર્યાલય રજૂઆત માટે પહોંચ્યા હતા. જેમાં વોર્ડ નંબર 1 ના મહિલા આગેવાન હર્ષાબા જાડેજા નારાજ થતાં કાર્યકરો સાથે કાર્યાલય પહોંચ્યા હતા

Gujarat Rajkot
1

ધ્રુવ કુંડેલ, રાજકોટ@ મંતવ્ય ન્યૂઝ

રાજકોટમાં ફરી શહેર કોંગ્રેસના મહિલા આગેવાનો અને કાર્યકરો કાર્યાલય રજૂઆત માટે પહોંચ્યા હતા. જેમાં વોર્ડ નંબર 1 ના મહિલા આગેવાન હર્ષાબા જાડેજા નારાજ થતાં કાર્યકરો સાથે કાર્યાલય પહોંચ્યા હતા અને મોરચો માંડયો હતો.રાજ્યમાં 21મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે નવી રણનીતિ ઘડી લીધી છે. જેની અસર બંને પક્ષોમાં જોવા મળી રહી છે.રાજકોટ કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગરે સિનિયર આગેવાનોના અસંતોષને સાંભળ્યા હતા. જ્યાં ફરી વખત મહિલા અગ્રણી હર્ષાબા જાડેજા ની ટિકિટ કપાતા શહેર કોંગ્રેસ કાર્યાલય સામે મોરચો માંડવામાં આવ્યો હતો.વોર્ડ નંબર 1માં કાર્યરત સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપેક્ષા કરી અને અન્ય ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે જેના કારણે રાજકોટ મહિલા કોંગ્રેસ ઉમેદવારોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.મહિલા આગેવાનોએ ઢેબર રોડ ખાતે આવેલા શહેર કોંગ્રેસના કાર્યાલય બહાર બેસી નારાજગી વ્યક્ત કરી હતી અને તેમની સાથે સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

#vadodra_express_way / માત્ર 24 કલાકમાં 2 કિલોમીટર લાંબો હાઇવે નિર્માણ કરીને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે એ નોંધાવ્યા 4 વર્લ્ડ રેકોર્ડસ

વોર્ડ નંબર 1 બાદ અન્ય 3 વોર્ડ માં પણ અંદરખાને વિરોધ

હર્ષા બા થી પ્રેરિત થઈ અને વોર્ડ નંબર 2,13 તથા 16ના સ્થાનિક મહિલા આગેવાનો તેમજ કાર્યકરો પણ મોરચામાં જોડાઈ ગયા હતા. જોકે આ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપુત એ કાર્યાલય પર પહોંચી મહિલાઓને સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ એક પરિવાર છે અને અમારા પરિવારમાં જે કાંઈ બન્યું છે તે અમે સાથે બેસીને ચર્ચા કરીશું અને પ્રદેશ પ્રમુખનું ધ્યાન દોરી શું.

Vaccine / યુએસ માર્કેટમાં ધૂમ મચાવશે ભારતની દેશી કોરોના રસી, ભારત બાયોટેકએ કર્યા કરાર

વોર્ડ ન.1 ના મહિલા આગેવાન હર્ષાબા જાડેજા નારાજ

ટિકિટ ન મળવાના કારણે હર્ષા બા જાડેજાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી કોંગ્રેસ સાથે રહીને લડી રહ્યા છીએ. પાર્ટીના દરેક કાર્યક્રમમાં હાજર રહ્યા છે છતાં મને ટિકિટ મળી નથી.અહીં કોંગ્રેસમાં તો જે કામ કરે છે તેને ટિકિટ મળી નથી જે પક્ષમાં કોઈ કાર્યક્રમમાં હાજર નહીં રહ્યા.તેને ટિકિટ આપી દેવામાં આવી હોય તે વ્યાજબી નથી. કોંગ્રેસ પાર્ટી દ્વારા વર્ષોથી કામ કરનારા કાર્યકર્તાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો કાર્યકરો આંતરિક વિખવાદ પણ કરી રહ્યા છે તેમજ રાજકોટ મનપાની ચૂંટણીના મતોની ગણતરી શહેરના છ સ્થળો પર કરવામાં આવશે.જેના માટે સમગ્ર રાજ્યમાં 982 મતદાન મથકો પર 6 હજારથી વધુ ચૂંટણી સ્ટાફને તૈનાત કરી દેવામાં આવ્યા છે. તેમજ મતદાન મથકોમાં રીસીવિંગ અને ડિસ્પેચ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.

Gandhinagar / રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા PI હિતેશ ગઢવીએ કહ્યું, હજુ વધુ સારી કામગીરી કરવી છે અને….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…