Not Set/ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વિવિધ રાજ્યોમાં ગુનાખોરી આચરતા ઈરાની ગેંગના બે શખ્સોઝડપ્યા

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રેન તેમજ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની આંખમાં ધૂળ ઝોકીને ગુનાખોરી આચરતી નામચીન ઈરાની ગેંગના બે શખ્સને સોનાના 70 જેટલા

Top Stories Rajkot
irani gang

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ટ્રેન તેમજ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની આંખમાં ધૂળ ઝોકીને ગુનાખોરી આચરતી નામચીન ઈરાની ગેંગના બે શખ્સને સોનાના 70 જેટલા ટુકડા સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. બંને આરોપીઓને ઝડપી અને તેમની પાસેથી અંદાજિત 15 લાખ n કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બંનેએ મળીને અત્યાર સુધીમાં 20થી વધુ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. આ બન્ને શખ્સો દ્વારા રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં ગુનાખોરી કરવામાં આવી રહી હતી જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.

 

irani gang
rajkot

Political / PM નાં બિનઆયોજીત લોકડાઉનનાં કારણે દેશમાં લાખો લોકોનાં જીવન થ…

પોલીસ દ્વારા આ બન્ને શખ્સોને ઝડપી અને વધુ પૂછપરછ હાથ ધરી અને માહિતી મેળવવામાં આવી હતી.જોકે ભુજમાં આ બંને દ્વારા ૧૫ લાખની કિંમતના સોનાના ટુકડા ની ચોરી થઇ હોવાની રાજકોટ પોલીસને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી. તેમજ આ બંને શકશો રાજકોટ રેલવે સ્ટેશન આસપાસ ફરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બન્ને શખ્સો પાસે સોનાના ટુકડા તેમજ સોનાના સિક્કાઓ હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેના પર ચાંપતી નજર રાખવા માટે વોચ ગોઠવી હતી. આ દરમિયાનમાં ગેંગના ગુલામ અબ્બાસ ઉર્ફે અને મિસમ ગુલામ ઉર્ફે ગુજ્જી ઉર્ફે ટિંગનાને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા પ્રાપ્ત થઈ હતી.

IND vs AUS 1st Test / બીજી ઈનિગ્સમાં ભારતનો ધબડકો, ઓસ્ટ્રેલિયા જીત તરફ અગ્રેસર…

આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપીઓ મોટાભાગે ઝવેરીઓની દુકાનમાં ચોરી કરવાની આદત ધરાવતા હતા. તેમજ દુકાનદારની નજર ચૂકવી ટેબલ પર રહેલા સોનાના દાગીનાની ચોરી કરી લેતા હતા. વિવિધ રાજ્યોમાં ચોરી કરવામાં કુશળ એવા આરોપીઓની વાતચીત અને બોલી પ્રભાવશાળી હતી જેથી તેઓ પોતાની સાચી ઓળખ છુપાવી અને અલગ અલગ નામ ધારણ કરી અને છેતરપિંડીનું કામ કરતા હતા અને ગુનાખોરીને અંજામ આપતા હતા.પોલીસ દ્વારા બંનેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાનમાં આરોપીઓએ એ બાબત કબૂલ કરી હતી કે તેઓ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેવાસી છે તેમ જ આજે પણ રાજ્યમાં ચોરી કરવાની હોય તે રાજ્યમાં ટ્રેન મારફત અથવા તો પ્લેન મારફત મુસાફરી કરતા હતા જેથી જે તે જગ્યાએ ગુનાને અંજામ આપ્યા બાદ તે સ્થળ પરથી તેઓ ઝડપથી પલાયન થઈ શકે.

INDvsAUS / પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમને મળી એવી હાર, ક્યારે કોઇ કેપ્ટન ન…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…