Rajkot Brave Girl/ ચાલુ સ્કૂલ બસે ડ્રાઇવરને આવ્યો એટેકઃ રાજકોટની તરુણીએ સ્ટીયરિંગ સંભાળી અનેકના જીવ બચાવ્યા

બહાદુરી અને સમયસૂચકતાનો ઉંમરના કોઈ બંધન નથી. વિકટમાં વિકટ સંજોગો વચ્ચે જો હિંમત કેવી રીતે દર્શાવી શકાય અને સમયસૂચકતા દાખવીને કેટલા લોકોના જીવ બચાવી શકાય છે તેનું ઉદાહરણ રાજકોટની 17 વર્ષીય તરુણીએ પૂરુ પાડ્યું છે.

Rajkot

બહાદુરી બહાદુરી અને સમયસૂચકતાનો ઉંમરના કોઈ બંધન નથી. વિકટમાં વિકટ સંજોગો વચ્ચે જો બહાદુરી કેવી રીતે દર્શાવી શકાય અને સમયસૂચકતા દાખવીને કેટલા લોકોના જીવ બચાવી શકાય છે તેનું ઉદાહરણ રાજકોટની 17 વર્ષીય તરુણીએ પૂરુ પાડ્યું છે. તેની બહાદુરીએ પુરવાર કર્યુ કે બહાદુરી કોઈની જાગીર નથી, તે ગમે તે કરી શકે છે. બસ તે કરવા માટેની હિંમત હોવી જોઈએ. બીજાના હિતનો અને બીજાના જીવનો ખ્યાલ હૈયે હોવો જોઈએ.

સમગ્ર ઘટના એ પ્રકારની છે કે સ્કૂલ બસના ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા તે સ્ટીયરિંગ પર ઢળી પડ્યો હતો. આ સંજોગોમાં બસમાં બેઠેલા બીજા બધા બસનું અને તેમનું શું થશે તેમ વિચારી સ્તબ્ધ થઈ ગયા હતા, તેની સાથે આ કટોકટીની અને વિપરીત ક્ષણે તેમને શું કરવું તે સૂજતું ન હતુ ત્યારે બસમાં બેઠેલી વિદ્યાર્થીનીએ હિંમત દાખવીને બસનું સ્ટીયરિંગ સંભાળી લીધું હતું.

રાજકોટમાં નજીત ત્રંબામાં આવેલી ભરાડ ડે સ્કૂલ હોવાથી બસના ડ્રાઇવર હારુનભાઈ ખીમાણી સવારે સાડા છ વાગે બસ લઈને વિદ્યાર્થીઓને તેડવા નીકળે છે. શનિવારે સ્કૂલમાં એન્યુઅલ ફંકશન હોવાથી તે બપોરે એક વાગે વિદ્યાર્થીઓને લેવા નીકળ્યા હતા. રુટ પર સૌપ્રથમ વિદ્યાર્થીની ભાર્ગવી વ્યાસનું ઘર એસ્ટ્રોન ચોક પાસે આવતું હોવાથી તેને બસમાં બેસાડી હતી, તેના પછી તે અન્ય વિદ્યાર્થીઓને લેવા જવાના હતા. પણ બસ ગોંડલ રોડ પર મક્કમ ચોક પાસે પહોંચી ત્યાં તો ડ્રાઇવરને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમની તબિયત બગડવા લાગી. આ જોઈ બસમાં બેઠેલી ભાર્ગવી તરત જ ડ્રાઇવર પાસે આવી ગઈ અને તેમને શું થયું તે પૂછવા લાગી. પણ ત્યાં તો બસના ડ્રાઇવરે તરત જ સ્ટીયરિંગ વ્હીલ પર માથું ઢાળી દીધુ હતુ. તેના પગલે વિદ્યાર્થીનીઓ ડરી ગઈ હતી.

https://fb.watch/ivodIaufSr/

17 વર્ષની વિદ્યાર્થીનીને બસ કેમ ચલાવવી તે ખબર જ નહતી છતાં તેણે હિંમત દાખવી તુરત જ સ્ટીયરિંગ સંભાળી લીધું. તેણે બહાદુરી દાખવી વિદ્યાર્થીઓ તરફ જતી બસને સબસ્ટેશન પર અથડાવીને અટકાવી દીધી. આમ તેણે રાહદારીઓ પર જતી બસને રોકીને મોટી દુર્ઘટના નીવારી હતી. તેના પછી આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા. તેઓ તરત 108માં ડ્રાઇવરને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

ચાલુ બસે ડ્રાઇવરને આવેલા હાર્ટ એટેકના પગલે મોટી દુર્ઘટના સર્જાતા ભાર્ગવીએ રોકી હતી. તેણે કહ્યું હતું કે ડ્રાઇવરને ઢળી પડતા જોઈ હું ડરી ગઈ હતી, પરંતુ મારે બીજાને બચાવવાના હતા. તેથી બસનું સ્ટીયરિંગ વ્હીલ ફેરવી નાખતા બસ સબસ્ટેશને અથડાઈ ઊભી રહી ગઈ હતી. ડ્રાઇવર ખીમાણીને પણ તાત્કાલિક સારવાર મળવાના લીધે જીવ બચી ગયો છે.

આ ઘટના પછી કુટુંબીજનો પણ તરુણીની હિંમત પર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. તરુણીના આ પરાક્રમના બધા વખાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો તેણે હિંમત અને સમયસૂચકતા ન દાખવી હોત તો કેટલાય રાહદારીઓ બસની હડફેટે ચઢીને કચડાઈ ગયા હોત, રસ્તા પરની કેટલીય લારીઓ, વાહનો અને દુકાનો પર આ બસ ફરી વળી હોત તથા જાનહાનિનો આંક ઘણો મોટો હોત. આમ તરુણીની સમયસૂચકતાએ અનેકોને જીવતદાન બક્ષ્યું છે. તેની સાથે ગુજરાતમાં ચાલુ વર્ષે થનારા સૌથી મોટા અકસ્માતને નીવાર્યો છે.

જંત્રીમાં વધારો-બિલ્ડરો નારાજ/ જંત્રીમાં અચાનક જ વધારાથી બિલ્ડરો ધુંઆપુઆઃ ગ્રાહકો સાથે મોટાપાયે સંઘર્ષની શક્યતા

શામળાજી મંદિર/ મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

ગંદકીનું સામ્રાજ્ય/ અમદાવાદના એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્યઃ પીએમના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યા