Rajkot/ રાજકોટ મનપાનો સપાટો : 3 દિવસોમાં 907 સ્ક્રીનીંગ અને 626 ટેસ્ટીંગ, 9 પોઝિટિવ મળ્યા

રાજકોટમાં શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશયથી મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તા. 28ના રોજ બાર્બર

Top Stories Gujarat Rajkot
sss 14 રાજકોટ મનપાનો સપાટો : 3 દિવસોમાં 907 સ્ક્રીનીંગ અને 626 ટેસ્ટીંગ, 9 પોઝિટિવ મળ્યા

રાજકોટમાં શહેરના દરેક નાગરિક સુધી પહોંચીને કોરોના અંગેનું ચેકઅપ કરી કોરોના સંક્રમણ ચેઈન તોડવાના આશયથી મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તા. 28ના રોજ બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોનું તેમજ તા. 30 ના રોજ બીગ બજાર તથા રિલાયન્સ મોલના ડીલીવરી બોય/ગર્લનું અને આજે તા.1 ના રોજ ડી-માર્ટ (ક્રિસ્ટલ મોલ, કુવાડવા રોડ, ગોંડલ રોડ અને લાલપર્ક) ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તા. 28ના રોજ બાર્બર (વાણંદ) ક્ષોરકર્મ કારીગરોના કેમ્પમાં કુલ ૨૫૨ લોકોના સ્ક્રીનીંગ અને 172 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 3 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા.

તા. 30 ના રોજ બીગ બજાર અને રિલાયન્સ મોલ ખાતેના કેમ્પમાં કુલ 512 લોકોના સ્ક્રીનીંગ અને 346 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 5 લોકોને કોરોના પોઝિટિવ આવ્યા હતા

આજે તા. 1 ના રોજ ડી-માર્ટ ખાતેના કેમ્પમાં કુલ 143 લોકોના સ્ક્રીનીંગ અને 108 લોકોના ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા જેમાંથી 1 કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમને મનપાની ટીમ દ્વારા હોમ કવોરેન્ટાઇન કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ખાતે દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સ્થળોએ કેમ્પ કરી 907 લોકોના સ્ક્રીનીંગ અને 626 લોકોના ટેસ્ટીંગ કરાયા હતા જમાંથી 9 પોઝિટિવ આવ્યા હતા.રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શક્ય તેટલું એકબીજાના સંપર્કમાં આવવાનું ટાળવા અને તંત્રની કામગીરી માટે સહયોગ જરૂરી આપવા માટે લોકોને અપીલ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…