Not Set/ રાજકોટ: મનપા દ્વારા મેગા કેમ્પનું આયોજન,96000 કુટુંબોને મળશે લાભ

રાજકોટ, રાજકોટ મનપા દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લોકોને “આયુષ્યમાન ભારત” અને “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”ના કાર્ડ તેમજ “અમૃતમ્(માં) વાત્સલ્ય યોજના”ના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી હાજર રહ્યા હતા અને વિજય રુપાણીના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 2/10/2019 11:01:29 AMઆ કાર્યક્રમથી શહેરના લગભગ 96000 જેટલા […]

Gujarat Rajkot
mantavya 206 રાજકોટ: મનપા દ્વારા મેગા કેમ્પનું આયોજન,96000 કુટુંબોને મળશે લાભ

રાજકોટ,

રાજકોટ મનપા દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં લોકોને “આયુષ્યમાન ભારત” અને “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”ના કાર્ડ તેમજ “અમૃતમ્(માં) વાત્સલ્ય યોજના”ના કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી હાજર રહ્યા હતા અને વિજય રુપાણીના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 2/10/2019 11:01:29 AMઆ કાર્યક્રમથી શહેરના લગભગ 96000 જેટલા કુટુંબોને લાભ મળશે. તેમજ લોકોને 25 જેટલી હોસ્પિટલમાં મફત આરોગ્યની સુવિધા મળી રહેશે.

રાજકોટમાં યોજાયેલા કેમ્પમાં વાત્સલ્ય કાર્ડ માટે આશરે 11,500 લોકોએ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સાથે અંદાજે 2500 પરિવારે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સ્થળ પર મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના માટેના 20 ડોમ તથા આયુષ્માન કાર્ડ માટેના 8 ડોમ મળી કુલ 28 ડોમની લાભાર્થીઓ માટે રજિસ્ટ્રેશન માટે સુવિદ્યા કરવામાં આવી છે.

જ્યારે મા વાત્સલ્ય યોજના માટે 175 કિટ રાખવામાં આવી છે. જેમાં 500 વ્યક્તિના સ્ટાફની પણ વ્યવસ્થા કરી છે, તેમજ આયુષ્માન કાર્ડ માટે 120 કિટ રાખવામાં આવેલી છે. જેમાં 150 સ્ટાફ રાખ્યો છે.