paper leak/ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પેપર લીક મામલે FSLએ તપાસ પુરી કરી, માહિતી જાહેર ન કરી

ગુજરાતમાં  રાજકોટની  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  B.Com અને BBAનું પેપર લીક  થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે

Top Stories Gujarat
4 37 સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પેપર લીક મામલે FSLએ તપાસ પુરી કરી, માહિતી જાહેર ન કરી
  • સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પેપર લીકનો મામલો
  • રાજકોટની કોલેજમાંથી લીક થયાનો ખુલાસો
  • FSLની તપાસ પુરી થઇ
  • તપાસ બાદ પણ કોઈ માહિતી જાહેર ન કરાઈ
  • પેપર લીકની માત્ર જાણવા જોગ એન્ટ્રી કરાઇ
  • પોલીસ ફરિયાદ કેમ નથી લેવાઇ તેને લઇ અનેક પ્રશ્નો

ગુજરાતમાં  રાજકોટની  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  B.Com અને BBAનું પેપર લીક  થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી છે.અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી.આ પેપર લીક મામલે FSLએ તપાર પરિપૂર્ણ કરી લીધી છે. તપાસ બાદ કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ પેપર લીક મામલે માત્ર જાણવા જોગ ફરિયાદની જ એન્ટ્રી કરવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.આ કેસમાં પોલીસ ફરિયાદ કેમ નથી લેવાતી તે અંગે હાલ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બી.બી.એ. અને બી.કોમ.ની 13 ઓક્ટોબરે યોજાવાની હતી, પરંતુ તેના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું છે. આ બંને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો પર પણ પહોંચી ગયા હતા,આ પેપર રાજકોટ કોલેજમાંથી લીક થયો હતો