Budget 2024/ બજેટ LIVE: ઈમરજન્સી સેવાઓ ઝડપી ઉપલબ્ધ થાય તે માટે બજેટમાં મોટું એલાન

નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટથી રજૂ 2024-25નું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં લોકસભા ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. 

Top Stories Gandhinagar Union budget 2024 Gujarat
YouTube Thumbnail 10 બજેટ LIVE: ઈમરજન્સી સેવાઓ ઝડપી ઉપલબ્ધ થાય તે માટે બજેટમાં મોટું એલાન

આજે નાણામંત્રી કનુ દેસાઈએ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વખતનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે. તે ઉપરાંત આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો હોય તેવી સંભાવના છે. પહેલીવાર લોકસભા ચૂંટણી પહેલાં પૂર્ણ કદનું બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટથી રજૂ 2024-25નું બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં લોકસભા ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ કરાઈ

  • નરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ
  • ધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ
  • વડાપ્રધાન કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ
  • જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ

મહેસૂલ વિભાગ માટે કુલ `5195 કરોડની જોગવાઇ

નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્‍દ્રો/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે 90 લાખ લોકો આ કેન્‍દ્રોની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્‍દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ `2239 કરોડની જોગવાઇ

ઇન્‍ફર્મેશન ટેકનોલોજી, AI અને Dataના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્તરે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા માટે અમારી સરકાર કાર્ય કરી રહી છે. માળખાગત સગવડોને લગતા વિવિધ પ્રોજેકટ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પ્રોજેકટનું ઓનલાઇન પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત મોનિટરીંગ તથા રીયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ થઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના 1.5% જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડી.બી.ટી. થકી 400કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે `14 હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `1163 કરોડની જોગવાઇ

રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સરક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં 82%ના ફાળા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજયની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનો ફાળો આપી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રૂફટોપ સોલર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની સરકારની નેમ છે.

ઈમરજન્સી સેવાઓ ઝડપી ઉપલબ્ધ થાય તે માટે બજેટમાં મોટું એલાન

મોરબી, કચ્છ અને ખેડબ્રહ્મા ખાતે નવી કૃષિ યુનિવર્સિટી શરૂ કરાશે

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ` 22,194 કરોડની જોગવાઈ

અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. આ માટે અમારી સરકારે ખેડૂતો અને મહિલાઓને ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય આપવા યોજનાઓ અમલી બનાવેલ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઇ.’ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસીંગ અને એગ્રો માર્કેટીંગમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ ₹2421 કરોડની જોગવાઈ

રાજયમાં વિશ્વ કક્ષાનું આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે. ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઇ.ટી. ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે.

IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી દ્વારા સંશોધન અને વિકાસને ઉત્તેજન આપવામાં આવશે. વિજ્ઞાનલક્ષી પ્રદર્શન અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્‍દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્‍દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષમાં સાયન્‍સ સિટીની રેકોર્ડ 17 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે, જે આ દિશામાં કરેલા પ્રયત્નોની સફળતા દર્શાવે છે.

• સેમિકન્‍ડકટર પોલિસી અંતર્ગત સહાય માટે `942 કરોડની જોગવાઇ.
• ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે `૧૨૫ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. પોલિસી અંતર્ગત રોકાણોને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ માટે
`40 કરોડની જોગવાઇ.
• ગુજરાત સ્ટેટ ડેટા સેન્‍ટર અને સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર (SOC)ના માળખાને સુદ્રઢ કરવા અને એડવાન્‍સ સિસ્ટમ સાથે વિશેષ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે `102 કરોડની જોગવાઇ.
• નવી સ્પેસ ટેક પોલિસી થકી પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાઓ સ્થાપિત કરીને સ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સમગ્ર ઇકોસિસ્ટમને આકર્ષવા `60 કરોડની જોગવાઇ.
• અંદાજિત `450 કરોડના ભારતનેટ પ્રોજેક્ટ ફેઝ-3 હેઠળ રાજ્યથી ગામ સુધીના ફાઈબર ગ્રીડને વધુ અસરકારક બનાવવા રાજ્યના કેબલ ઇન્ફ્રાસ્ટ્રકચરને બાકીના 4860 ગામો સુધી પહોંચાડવા માટે `45 કરોડની જોગવાઇ.
• ગુજરાત IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુકત માનવબળ તૈયાર કરવા `10કરોડની જોગવાઇ.
• “ડીપ ટેક” પ્રોજેક્ટ દ્વારા આર્ટીફિશીયલ ઈન્‍ટેલીજન્‍સ (AI), મશીન લર્નીંગ (ML), ઈન્‍ટરનેટ ઓફ થીંગ્સ (IoT) અને ક્લાઉડ જેવા ક્ષેત્રોમાં કમ્પ્યુટીંગ ઈન્‍ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી કસ્ટમાઈઝડ સોલ્યુશન્‍સ તૈયાર કરવા `25 કરોડની જોગવાઇ.
• બૌદ્ધિક સંપદા અધિકારોને પ્રોત્સાહન, રક્ષણ અને વ્યાપારીકરણ કરવા દરેક જિલ્લામાં આઈ.પી. લેબ અને ઈનોવેશન કેન્દ્રની સ્થાપના કરવા માટે `3 કરોડની જોગવાઇ.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ `31,696 કરોડની જોગવાઈ

શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા “ઈઝ ઓફ લિવિંગ” પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારો સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવશે. શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવશે.

• ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી વિવિધ યોજનાઓનો અસરકારક અને પારદર્શી રીતે અમલ કરી સ્થાનિક શહેરી સંસ્થાઓનો વહીવટ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
• સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે `8634 કરોડની જોગવાઈ.
• શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ `3041કરોડની જોગવાઈ.
• AMRUT 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે `2000કરોડની જોગવાઈ.
• અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે `1800કરોડની જોગવાઈ.
• ૧૫માં નાણાપંચ અન્વયે શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે `1349કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે `1323કરોડની જોગવાઈ.
• શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ/અંડર બ્રિજ બાંધવા માટે `550કરોડની જોગવાઈ.
• સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે `545 કરોડની જોગવાઈ.
• નગરપાલિકાઓના વીજબીલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત `124કરોડની જોગવાઇ.
• મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોને પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત કરવા, એનર્જી ઓડિટ કરાવવા અને સંલગ્ન કામો માટે`150 કરોડની જોગવાઈ.
• મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ અને નિભાવ (O&M) માટે `૧૦૦ કરોડની જોગવાઈ.
• મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા તથા નવા સાધનોની ખરીદી, દેખરેખ અને નિભાવ, તાલીમ અને સતત ક્ષમતા વિકાસ તેમજ આધુનિકીકરણ માટે `૬૯ કરોડની જોગવાઈ.
• શહેરી વિસ્તારોની કામગીરીમાં IT નો ઉપયોગ કરી તંત્રને સુદ્રઢ બનાવવા વિશેષ કેડરના વિસ્તરણ અને પુનઃરચના માટે `૧૪ કરોડની જોગવાઈ.
• ઇ-નગર પોર્ટલને 2.0  સુધી સંવર્ધિત કરવા અને મ્યુનિસિપલ સેવાઓની પહોંચમાં સુધારો કરવા માટે 50 નવા શહેર નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે `10 કરોડની જોગવાઈ.

ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્‍સ હબ તરીકે ઉભરી રહેલ છે. ૯૦૦ એકરથી ૩૩૦૦ એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્‍ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “વોક ટુ વર્ક” “લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી”ની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં ૪.૫ કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.

• GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે જેના માટે `૫૨ કરોડની જોગવાઇ.
• ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે `૧૦૦ કરોડની જોગવાઈ.

બંદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે કુલ `3858 કરોડની જોગવાઇ

• નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે. લોથલ ખાતે વિશ્વ કક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વિકસાવવામાં આવી રહ્યું છે.
• રાજયના વિશાળ દરિયાકિનારે કેમિકલ પોર્ટસ, કન્ટેનર પોર્ટસ તેમજ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ્સને કારણે ગુજરાતનું દરિયાઇ વ્યાપાર ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. રાજયમાં આવેલ પાંચ એલ.એન.જી. ટર્મિનલ સાથે વિશ્વના પ્રથમ સી.એન.જી. પોર્ટ્સની સ્થાપના કરી નેચરલ ગેસ આયાતમાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.
• ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અલંગમાં રિસાયક્લિંગ ક્ષમતા હાલના 4.5મિલિયન એલ.ડી.ટી. (લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ)થી બમણી કરીને 9 મિલિયન એલ.ડી.ટી.થી કરવામાં આવશે.
• નવીન બસો ખરીદવા માટે `768કરોડ ની જોગવાઇ.
• ઇ-વ્હિકલને સબસીડી આપવા માટે `218 કરોડની જોગવાઇ.
• બસ સ્ટેશનના આધુનિકીકરણ તથા સ્વચ્છતાના હેતુસર `118 કરોડની જોગવાઈ.
• પ્રદૂષણ ઘટાડવા અને નવિનીકરણ ઊર્જાના સ્ત્રોત વધારવા વાહનવ્યવહાર નિગમ દ્વારા તબક્કાવાર 100 મેગા વોટના સોલાર પાર્કની સ્થાપના કરવાનું આયોજન.

ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22,194 કરોડની જોગવાઈ કરાઈ છે. જ્યારે જળસંપતિ વિભાગ માટે કુલ રૂ. 11,535 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડ અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગિફ્ટ સિટી માટે સરકરાની મોટી જોહેરાત

  • વર્તમાન ગિફ્ટ સીટીમાં કરવામાં આવશે વધારો
  • 900 એકરમાંથી 3300 એકરમાં વિસ્તરણ કરાશે ગિફ્ટ સીટી
  • ગિફ્ટ સિટી આસપાસ 4.5 કિમીનો રિવરફ્રન્ટ બનાવવા સરકાર પ્રતિબદ્ધ

ગુજરાત સરકારે વર્ષ 2024- 25 ના બજેટમાં યોજનાઓની કરી જાહેરાત

  • નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં નવી યોજનાઓની કરી જાહેરાત
  • કુપોષણ સામે જંગ જીતવા માટે નાણાં મંત્રીએ સુપોષિત ગુજરાત મિશનની કરી જાહેરાત
  • સુપોષિત ગુજરાત મિશનમાં લાભાર્થીઓને મળતી સહાયમાં થયો નોંધપાત્ર વધારો
  • રાજ્યની 10 લાખ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવા માટે નવો લક્ષ્મી યોજના ની વિધાનસભા ગૃહમાં થઈ જાહેરાત
  • વિકસિત ગુજરાત 2047 ની સંકલ્પના માં કિશોરીઓની ભૂમિકાને પ્રદર્શિત કરવા નમો લક્ષી યોજના ની થઈ જાહેરાત
  • યોજના હેઠળ રાજ્યની સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓએ મળશે લાભ
  • ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર તેમજ પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓને મળશે લાભ
  • ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15000 ની મળશે સહાય
  • આ યોજનામાં ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કુલ 50,હજાર ની સહાય પણ મળવાપાત્ર રહેશે
  • સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ ને વધારવા નમોશ્રી યોજના ની કરી જાહેરાત
  • રાજ્ય સરકારે રૂપિયા 750 કરોડની યોજના માટે કરી જોગવાઈ
  • સગર્ભા અને ધાત્રી માતાના બાળક ને યોજનાનો મળશે લાભ
  • આ યોજના હેઠળ લાભાર્થીને 12, હજાર ની સહાય આપવાનો નિર્ણય……અહીં વાંચો સંપૂર્ણ વિગત…ગુજરાતના બજેટ 2024માં સામાજિક ન્યાય માટે 6,193 કરોડ રૂપિયાની ફાળવણી

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઇ.

પાણી પુરવઠા વિભાગ માટે ₹6242 કરોડની જોગવાઇ

  • વિજ્ઞાન અન પ્રૌધોગિકી વિભાગ માટે કલ ₹2421 કરોડની જોગવાઈ
  • પ્રવાસન વિભાનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા 2098 કરોડની જોગવાઈ
  • ક્લાઈમેટ ચેન્જવિભાગ માટે કલ 1163 કરોડની જોગવાઇ

માર્ગ અન મકાન વિભાગ માટે કલ 22,163 કરોડની જોગવાઈ

  • બદરો અન વાહનવ્યવહાર વિભાગ માટ કલ 3858 કરોડની જોગવાઇ
    જળસપતિ વિભાગ માટે ₹11,535 કરોડની જોગવાઇ

ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં ઓલિમ્પિકના આયોજન માટે માટે 376 કરોડની જોગવાઈ

  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઇ

નાણામંત્રીની મહત્ત્વની જાહેરાત

  • 3થી 5 વર્ષના બાળકો માટે પોષણક્ષમ આહારની વ્યવસ્થા
  • 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ થશે

નમો સરસ્વતી યોજનાની જાહેરાત

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં 10,000 અને ધોરણ-12 માં 15,000 રુ. મળી કુલ  25 હજાર રુ.ની સહાય આપવામાં આવશે

રિવરફ્રન્ટની લાબાઈમાં કરાશે વધારો

  • રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે
  • રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર થશે

8 શહેરો બનશે મહાનગરપાલિકા

બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણનો સમાવેશ

ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે રૂપિયા 9,228 કરોડ ની જોગવાઈ

  • રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ માટે 2586 કરોડની કરી જોગવાઈ
  • ચેન્જ વિભાગ માટે રૂપિયા 1163 કરોડની જોગવાઈ
  • રાજ્યના ગૃહ વિભાગને આધુનિક બનાવવા માટે 10378 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
  • મહેસુલ વિભાગ માટે 5195 કરોડ ફાળવ્યા
  • સામાન્ય વહીવટ વિભાગ માટે 2,239 કરોડની જોગવાઈ
  • માહિતી અને પ્રસારણ વિભાગ માત્ર 384 કરોડની બજેટમાં કરી જોગવાઈ

ગુજરાતના બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત

  • માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી દિકરીઓ માટે કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ
  • નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે
  • ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય અપાશે.
  • ધો. 11-12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય અપાશે.
  • 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર 50 હજારની સહાય અપાશે…અહીં વાંચો સંપૂર્ણ …નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પહોંચી ગયા છે. તેમણે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પીએમ મોદીએ વિકસિત ભારત 2047 નો સંકલ્પ રજૂ કર્યો છે. આ સંકલ્પને અનુરૂપ સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠશ વિકસિત ગુજરાત 2047 સુધીનો રોડ મેપ તૈયાર કરી દેવાયો છે. આ રોડમેપના આધારે જ ગરીબ, યુવા, નારી શક્તિ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને જ બજેટમાં જોગવાઈઓ કરી છે.  તેમણે સંકેત આપતાં કહ્યું કે આ બજેટ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇ ધરાવતું બજેટ હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો