રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા અને ટ્રાફિક નિયમોનું કડક રીતે પાલન થાય તે માટે પોલીસ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં કુલ 18 જગ્યા પર એક ડીસીપી, બે એસીપી સહિત 150થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા મેગા ડ્રાઇવ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક નિયમનનું પાલન ન કરનારને અટકાવી દંડ વસૂલી સાથે ટ્રાફિક નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાજકોટમાં લોકો વધુને વધુ હેલ્મેટ પહેરી પોતાની સલામતી જાળવે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને સાથે આજનાં દિવસે લાયસન્સ વિના વાહન ચલાવતા વિદ્યાર્થીઓને રોકી દંડ ફટકારી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ લાયસન્સ વગર વાહન ન ચલાવે તે માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે બેઠક કરી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને સૂચન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
