Rajkot News/ રાજકોટમાં દૂધના ભાવ વધ્યા: ખાનગી ડેરીઓએ લિટરે ₹2થી ₹4 વધાર્યા

રાજકોટમાં ખાનગી ડેરીઓએ (Private Dairy)દૂધના ફેટના પ્રમાણ પ્રમાણે ભાવમાં વધારો (Milk Price Hike)કર્યો છે

Gujarat Rajkot
રાજકોટમાં દૂધના ભાવમાં ફરી એકવાર વધારો (Milk Price Hike)થતાં સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર ભાર વધ્યો છે

Rajkot News : રાજકોટમાં દૂધના ભાવમાં ફરી એકવાર વધારો (Milk Price Hike)થતાં સામાન્ય પરિવારોના ઘરખર્ચ પર ભાર વધ્યો છે. અમૂલ બાદ હવે રાજકોટની ખાનગી ડેરીઓએ (Private Dairy)પણ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2થી 4 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરી મર્ચન્ટ એસોસિયેશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની સીધી અસર શહેરની આશરે 650 ડેરીઓના ગ્રાહકો પર પડશે. રાજકોટમાં ખાનગી ડેરીઓ મારફતે દરરોજ અંદાજે 3 લાખ લિટર દૂધનું છૂટક વેચાણ થાય છે.

4 ફેટ સુધીના દૂધમાં ₹2નો વધારો

રાજકોટમાં ખાનગી ડેરીઓએ (Private Dairy)દૂધના ફેટના પ્રમાણ પ્રમાણે ભાવમાં વધારો (Milk Price Hike)કર્યો છે. 4 ફેટ સુધીના દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે 4 ફેટથી વધુના દૂધમાં 4 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

આ વધારા બાદ અગાઉ 30થી 35 રૂપિયે મળતું 4 ફેટ સુધીનું દૂધ હવે 32થી 37 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે. જ્યારે 4થી 6 ફેટ ધરાવતા દૂધના ભાવમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત દહીંના ભાવમાં પણ પ્રતિ કિલો 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હોવાનું એસોસિયેશને જણાવ્યું છે.

દૂધની આવક ઘટતાં ભાવ વધારવાનો નિર્ણય

ડેરી મર્ચન્ટ એસોસિયેશનના (Dairy Merchant Association)પ્રમુખ વી.પી. વૈષ્ણવના જણાવ્યા અનુસાર, અમૂલ દ્વારા ભાવ વધારવામાં આવ્યા બાદ ખાનગી ડેરીઓ માટે પણ ભાવ વધારવાની સ્થિતિ ઊભી થઈ છે. ગામડાઓમાં હાલની પરિસ્થિતિને કારણે દૂધની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરિણામે દૂધની ઉપલબ્ધતા જાળવવા અને માલધારીઓને યોગ્ય ભાવ આપવા માટે આ નિર્ણય લેવાયો છે.

તેમણે જણાવ્યું કે ખાનગી ડેરીઓ (Private Dairy)સહકારી ડેરીઓની સરખામણીએ માલધારીઓને પ્રતિ કિલો ફેટે હાલમાં 75 પૈસા વધુ ચૂકવે છે. આગામી 21 તારીખથી આ તફાવત વધારીને 85 પૈસા કરવામાં આવશે. બીજી તરફ ગ્રાહકોને રાહત મળે તે માટે ખાનગી ડેરીઓના વેચાણ ભાવ સહકારી ડેરીઓ કરતાં આશરે 2 રૂપિયા ઓછા રાખવામાં આવે છે.

શિયાળામાં જ દૂધની અછત, ફરી ભાવ વધવાની શક્યતા

એસોસિયેશનના પ્રમુખે વધુમાં જણાવ્યું કે સામાન્ય રીતે શિયાળામાં દૂધની આવકમાં વધારો થતો હોય છે, પરંતુ આ વખતે શિયાળાની શરૂઆતમાં પણ દૂધની અછત જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં દૂધની આવકમાં વધુ ઘટાડો થશે તો ફરી એકવાર ભાવ વધારવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

બીજી તરફ ગ્રાહક કેતન સોનીએ ભાવ વધારા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, દૂધ દરેક પરિવારની દૈનિક જરૂરિયાત છે. સામાન્ય રીતે ઉનાળામાં દૂધના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે શિયાળામાં જ ભાવ વધતાં સામાન્ય લોકોના બજેટ પર અસર પડી રહી છે. આગામી સમયમાં પણ ભાવ વધવાની ચિંતા તેમણે વ્યક્ત કરી હતી.

અમૂલ બાદ ખાનગી ડેરીઓએ પણ વધાર્યા ભાવ

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમૂલ દ્વારા પણ દૂધના ભાવમાં વધારો (Amul Milk Price)કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને અમૂલ તાજાના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો.

આ વધારા બાદ અમૂલ ગોલ્ડના 500 મિલીના પાઉચની કિંમત 35 રૂપિયાથી વધીને 37 રૂપિયા થઈ છે. જ્યારે અમૂલ તાજાના 500 મિલીના પાઉચનો ભાવ 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા થયો છે. બરોડા ડેરી દ્વારા પણ અમૂલ શક્તિના 500 મિલીના પાઉચમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે રાજકોટની ખાનગી ડેરીઓના (Private Dairy)ભાવ વધતાં દૂધના ભાવનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.


આ પણ વાંચો: મોંઘવારી વચ્ચે પશુપાલકોને રાહત: પંચામૃત ડેરીનો દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય

આ પણ વાંચો: મધર ડેરીના દૂધના ભાવમાં ₹2થી ₹4નો વધારો, 12 નવેમ્બરથી નવા દર લાગુ

આ પણ વાંચો: જૂનાગઢના પશુપાલકો માટે ખુશખબર: સાવજ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો, દાણ પર સબસિડીની જાહેરાત