સૌરાષ્ટ્ર,
સૌરાષ્ટ્રમાં વર્ષોથી કોઈપણ શુભ પ્રસંગ નિમિતે લોક ડાયરાના આયોજનની પરંપરા છે. જે અંતર્ગત પાળ ગામ ખાતે આયોજિત ભાગવત સપ્તાહના બીજા દિવસે સુપ્રસિધ્ધ કલાકારોના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં લોકોએ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જેને લઈને સ્ટેજની આસપાસ રીતસર રૂપિયાની ચાદર જોવા મળી હતી.મવડીના પાળ ગામ ખાતે વાંક પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગતરાત્રે લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકાર માયાભાઈ આહીર અને દેવરાજ ગઢવીએ લોકોને ડોલાવ્યા હતા. આ તકે હાજર રહેલા નાના બાળકોથી લઈ મોટેરાઓ અને મહિલાઓએ પણ રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો.
