Not Set/ રાજકોટમાં ‘ડોગ ફ્રેન્ડલી સેન્ટર’બનાવામાં આવશે, વર્ષે શ્વાન કરડવાના ૨૦,૦૦૦ જેટલા કેસ નોંધાય છે

રાજકોટ, રખડતા શ્વાનોનો ત્રાસ રાજકોટ ખાતે ખુબ જ વધી ગયો છે. જેથી રાજકોટ મનપા દ્વારા હવે ‘ડોગ ફ્રેન્ડલી સેન્ટર’બનાવામાં આવશે. મનપાએ અનુસાર ઝડપાયેલા શ્વાનોને શાંત કરવાની તાલીમ અપાશે. ક્રોધી શ્વાનોને ટ્રેનિંગની સાથે સારૂ ભોજન પણ આપવામાં આવશે. રાજકોટ કોર્પોરેશને માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે એક ખુલ્લા પાંજરા જેવો વિસ્તાર બનાવવાનું આયોજન કર્યું છે. જેમાં પકડાયેલા […]

Gujarat Rajkot Videos
mantavya 132 રાજકોટમાં 'ડોગ ફ્રેન્ડલી સેન્ટર'બનાવામાં આવશે, વર્ષે શ્વાન કરડવાના ૨૦,૦૦૦ જેટલા કેસ નોંધાય છે

રાજકોટ,

રખડતા શ્વાનોનો ત્રાસ રાજકોટ ખાતે ખુબ જ વધી ગયો છે. જેથી રાજકોટ મનપા દ્વારા હવે ‘ડોગ ફ્રેન્ડલી સેન્ટર’બનાવામાં આવશે. મનપાએ અનુસાર ઝડપાયેલા શ્વાનોને શાંત કરવાની તાલીમ અપાશે.

ક્રોધી શ્વાનોને ટ્રેનિંગની સાથે સારૂ ભોજન પણ આપવામાં આવશે. રાજકોટ કોર્પોરેશને માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાસે એક ખુલ્લા પાંજરા જેવો વિસ્તાર બનાવવાનું આયોજન કર્યું છે.

જેમાં પકડાયેલા શ્વાનોને ફરવા માટે વધારે જગ્યા મળે. અત્યારે કોર્પોરેશન જે શ્વાનને પકડે છે તેમને નાના પાંજરામાં પૂરવામાં આવે છે. જેને કારણે તે વધારે ઉશ્કેરાય જાય છે. મનપા હવે ૫ મોટા પાંજરા વસાવા જઈ રહ્યું છે.

જેમાં એક પાંજરા માં એક સાથે ૬ શ્વાનને રાખી શકાશે. મનપા શ્વાનોને ટ્રેનીંગ આપશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મનપામાં દર વર્ષે શ્વાન કરડવાના ૨૦,૦૦૦ જેટલા કેસ નોંધાય છે.