Rajkot News/ રાજકોટ: જીગીશા પટેલ બન્ની ગજેરાને બ્લેકમેલની સમજણ આપતી ઓડિયો ક્લિપ વાયરલ

રાજકોટ જીલ્લા BJP પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ સહિતની વ્યક્તિઓ સામે યુટ્યુબ પર વાણીવિલાસ કરતા બન્ની ગજેરાની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી.

Top Stories Gujarat Rajkot

Rajkot News: પાટીદાર નેતા જીગીશા પટેલ અને વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરા (YouTuber Bunny Gajera)ની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં ચર્ચાઈ રહ્યું છે કે બન્ની ગજેરા અને જીગીશા પટેલે પાટીદાર નેતા નરેશ પટેલ (Naresh Patel) વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યાં છે. બંને પાટીદાર નેતાઓની વાયરલ ક્લિપમાં નરેલ પટેલને બ્લેકમેલ કરતા હોવાનું સામે આવ્યું છે.

પાટીદાર નેતા જીગીશા પટેલ (Jigisha Patel) અને વિવાદાસ્પદ યુટ્યુબર બન્ની ગજેરા (YouTuber Bunny Gajera)ની એક ઓડિયો ક્લિપ (Audio Clip) વાયરલ થઈ છે, જેમાં બંને પાટીદાર નેતાઓની વાયરલ ક્લિપમાં નરેલ પટેલને બ્લેકમેલ કરતા હોવાનું સામે આવ્યું છે. યુટ્યુબર બન્ની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસે ફરિયાદનાં આધારે ધરપકડ કરી હતી. બ્લેકમેલ કરી રૂપિયા કઈ રીતે પડાવવાની ઓડિયોમાં ચર્ચા થઈ રહી છે. લોકોને કઈ રીતે બ્લેકમેલ (Blackmail) કરવા તેની જીગીશા પટેલ સમજણ આપે છે. યુટ્યબર બન્ની ગજેરાને જીગીષા પટેલ શિખામણ આપી રહી છે. તું કોઈનો હાથો બનતો નહીં તેમ જીગીશા પટેલ શીખવાડી રહી છે. બન્ની ગજેરા અગાઉ પણ અનેકને બ્લેકમેલ કરી ચુક્યો છે. મંતવ્ય ન્યૂઝ (Mantavya News) આ વાયરલ ઓડિયો (Viral Audio Clip)ની પુષ્ટી કરી રહ્યું નથી.

જીગીશા પટેલ બન્ની ગજેરાને નરેશ પટેલને એક ખાલી સીડી મોકલે છે, જેમાં લખ્યું છે કે આ વખતે સીડી ખાલી છે. પછી વીડિયો પણ સાથે મોકલીશ. તે એમ પણ કહે છે કે તેણે તે ફોટો પણ મૂકજે, જો છોકરી કોણ છે તે ખબર પડી ગઈ તો પછી તે પૈસા આપી ફોડી પણ દેશે.  જીગીષા પટેલ બોલી રહી છે કે ખોટું કરનાર સાથે ખોટું કરવામાં કોઈ વાંધો નથી.. આ ઓડિયો ક્લિપમાં, તેણે નરેશ પટેલને બેંકના ચેરમેન બનાવવાની અથવા મિલકત કરાર કરાવવાની અથવા રોકડ લેવાની સલાહ પણ આપી છે.

માહિતી મુજબ રાજકોટ જીલ્લા BJP પ્રમુખ અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ સહિતની વ્યક્તિઓ સામે યુટ્યુબ પર વાણીવિલાસ કરતા બન્ની ગજેરાની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી. આરોપમાં અલ્પેશ ઢોલરીયા, વિશાલ ખૂંટ અને તેના મિત્રની પત્નીને બદનામ કરવા અંગે ટીકા-ટિપ્પણી કરી હતી. રાજકોટ ભાજપ પ્રમુખે યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરા  (YouTuber Bunny Gajera)ને માનહાનિ કેસ (Defamation Case)માં રૂપિયા 10 કરોડની નોટિસ મોકલી છે. જેતપુર તાલુકાના રહીશ બન્ની ગજેરાએ માર્ચ, 2025માં વાણીવિલાસ કરતા વીડિયો પોસ્ટ કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી.

15 મે 2025નાં રોજ વિશાલ ખૂંટ, અલ્પેશ ઢોલરીયાએ ગજેરા સામે ફરિયાદ કરી હતી, રાજકોટમાં 3 જુદા જુદા પોલીસ મથક ગોંડલ, જેતપુર, સુલતાનપુરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અલ્પેશ ઢોલરીયાએ બદનક્ષી બદલ 10 કરોડ ચુકવવા, માફી માગવા તેમજ વાણીવિલાસ કરતા વીડિયો ડિલિટ કરવાની નોટિસ પાઠવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોંડલમાં અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ, પોલીસ એલર્ટ

આ પણ વાંચો:અલ્પેશ કથીરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જ સ્વીકારી, પોસ્ટર વોર છેડાયું

આ પણ વાંચો:ગોંડલમાં કથીરિયાનાં વિરોધ બાદ બંને પક્ષે ફરિયાદ; ગૃહમંત્રીએ રાજીનામુ આપવું જોઈએ: કોંગ્રેસ