Rajkot News : રાજકુમાર જાટ શંકાસ્પદ મોતનો મામલો લોકસભામાં ગુંજ્યો હતો. રાજકોટમાં થયેલા આ મોતની તપાસ CBIને સોંપવાની માંગણી રાજસ્થાનના સાંસદે કરી છે. મૂળ રાજસ્થાનના અને રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોતના મામલાની ગુંજ ગુજરાત, રાજસ્થાન અને હવે દિલ્હી સુધી પહોંચી છે. UPSCની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજકુમાર જાટને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘર પર માર મારવામાં આવ્યો હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો.
રાજકુમાર ગાયબ થયા બાદ રાજકોટ જિલ્લામાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને બસની ટક્કરના કારણે તેનું મોત થયું હોવાનો પોલીસે દાવો કર્યો હતો. જો કે, આ બાબતને માનવા તેમનાં પરિવારજનો તૈયાર નથી અને આ મામલાની સીબીઆઈ તપાસ કરવાની માગ કરી રહ્યા છે.રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનમાં જાટ સમાજના લોકો સીબીઆઈ તપાસની માગ કરી રહ્યા છે. રાજસ્થાનના ત્રણ સાંસદો પણ આ મામલાની યોગ્ય તપાસની માગ કરી ચૂક્યા છે. આજે બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સીબીઆઈ તપાસની માગ કરી હતી.રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના વધુ એક સાંસદે સીબીઆઈ તપાસની માગ કરી છે.
રાજસ્થાનના બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઉમેદારામ બેનિવાલે કહ્યું હતું કે, રાજકુમાર જાટની હત્યાનો આરોપ સત્તાધારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારના સભ્યો અને સાથીદારો પર લાગ્યા છે. જેઓનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. ગુજરાત પોલીસ પણ આ નેતાના દબાણમાં નિષ્પક્ષ તપાસ કરી રહી નથી. આ મામલામાં અત્યાર સુધી ગુજરાત પોલીસે પીડિત પરિવારને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને બચાવવાનો અને પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ, મૃતકના શરીર પર ઈજાનાં 48 નિશાન મળી આવ્યાં છે. પોલીસે આ ઘટનાના 16 દિવસ બાદ પણ FIR દાખલ કરી નથી.
સાંસદે માગ કરી છે કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગૃહરાજ્યમાં ઘટેલી આ ઘટના મામલે સીબીઆઈ તપાસ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે. સીબીઆઈ તપાસ કરે જેથી દોષિતોને સજા મળે અને પીડિત પરિવારને ન્યાય મળે.રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના વધુ એક સાંસદે સીબીઆઈ તપાસની માગ કરી છે. રાજસ્થાનના બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.
ઉમેદારામ બેનિવાલે કહ્યું હતું કે, રાજકુમાર જાટની હત્યાનો આરોપ સત્તાધારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારના સભ્યો અને સાથીદારો પર લાગ્યા છે. જેઓનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. ગુજરાત પોલીસ પણ આ નેતાના દબાણમાં નિષ્પક્ષ તપાસ કરી રહી નથી. આ મામલામાં અત્યાર સુધી ગુજરાત પોલીસે પીડિત પરિવારને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને બચાવવાનો અને પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ, મૃતકના શરીર પર ઈજાનાં 48 નિશાન મળી આવ્યાં છે. પોલીસે આ ઘટનાના 16 દિવસ બાદ પણ FIR દાખલ કરી નથી.
સાંસદે માગ કરી છે કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગૃહરાજ્યમાં ઘટેલી આ ઘટના મામલે સીબીઆઈ તપાસ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે. સીબીઆઈ તપાસ કરે જેથી દોષિતોને સજા મળે અને પીડિત પરિવારને ન્યાય મળે.મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી.
આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
યુવકના મોતને પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે, રાજકુમારનું અકસ્માતે મોત નહિ પણ હત્યા કરવામાં આવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે 2 માર્ચના રોજ બાઈક ઊભું રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. ઉપરાંત તેના પુત્રની ગણેશ અને જયરાજસિંહે હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી હતી.રાજકોટના ગોંડલમાં રહેતા રાજકુમાર જાટના શંકાસ્પદ મોત મામલે રાજસ્થાનના વધુ એક સાંસદે સીબીઆઈ તપાસની માગ કરી છે. રાજસ્થાનના બાડમેરના સાંસદ ઉમેદારામ બેનિવાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ઉમેદારામ બેનિવાલે કહ્યું હતું કે, રાજકુમાર જાટની હત્યાનો આરોપ સત્તાધારી ગોંડલના પૂર્વ ધારાસભ્ય, તેમના પરિવારના સભ્યો અને સાથીદારો પર લાગ્યા છે.
જેઓનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. ગુજરાત પોલીસ પણ આ નેતાના દબાણમાં નિષ્પક્ષ તપાસ કરી રહી નથી. આ મામલામાં અત્યાર સુધી ગુજરાત પોલીસે પીડિત પરિવારને ન્યાય અપાવવાના બદલે આરોપીઓને બચાવવાનો અને પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ, મૃતકના શરીર પર ઈજાનાં 48 નિશાન મળી આવ્યાં છે. પોલીસે આ ઘટનાના 16 દિવસ બાદ પણ FIR દાખલ કરી નથી.
સાંસદે માગ કરી છે કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગૃહરાજ્યમાં ઘટેલી આ ઘટના મામલે સીબીઆઈ તપાસ કરવા માટે કાર્યવાહી કરવામાં આવે. સીબીઆઈ તપાસ કરે જેથી દોષિતોને સજા મળે અને પીડિત પરિવારને ન્યાય મળે.મૂળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.
પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. ઉલ્લેખનીય છે કે 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટના મૃતદેહની પરિવારજનોએ ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
યુવકના મોતને પગલે પરિવારે આક્ષેપ કર્યો હતો કે, રાજકુમારનું અકસ્માતે મોત નહિ પણ હત્યા કરવામાં આવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે 2 માર્ચના રોજ બાઈક ઊભું રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. ઉપરાંત તેના પુત્રની ગણેશ અને જયરાજસિંહે હત્યા કરાવી હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી હતી.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના કબરનું પર સુરક્ષા વધારી, બજરંગ દળ અને VHP એ હટાવવાની કરી માંગ
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં GB સિન્ડ્રોમના 225 કેસ! 12નાં મોત, 15 વેન્ટિલેટર પર