Not Set/ રાજનાથસિંહ રાફેલ લેવા ફ્રાન્સનાં એરફોર્સ વિમાનમાં પેરિસથી મરિગન્ક જવા રવાના

ભારતને આજે રફેલ વિમાન સોંપશે ફ્રાન્સ  રાજનાથ સિંહની ફ્રાન્સ ડિફેન્સ પ્લેનમાં ઉડાન   એર ફોર્સ ડે પર ભારતને મોટી ભેટ વિજ્યા દસમી, આજે હિન્દુસ્તાન માટે મોટો દિવસ છે, બીજી તરફ દેશની શાન  એરફોર્સનો 87મો ‘એરફોર્સ ડે’ ઉજવવામાં આવી રહ્યો છે, તો સાથે સાથે જ ભારત આજે ફ્રાન્સમાં ફ્રેન્ચ ફાઇટર એરક્રાફ્ટ ‘રફાલે’ મેળવવા જઈ રહ્યું છે. સંરક્ષણ […]

Top Stories India
pjimage 10 રાજનાથસિંહ રાફેલ લેવા ફ્રાન્સનાં એરફોર્સ વિમાનમાં પેરિસથી મરિગન્ક જવા રવાના
  • ભારતને આજે રફેલ વિમાન સોંપશે ફ્રાન્સ 
  • રાજનાથ સિંહની ફ્રાન્સ ડિફેન્સ પ્લેનમાં ઉડાન  
  • એર ફોર્સ ડે પર ભારતને મોટી ભેટ

વિજ્યા દસમી, આજે હિન્દુસ્તાન માટે મોટો દિવસ છે, બીજી તરફ દેશની શાન  એરફોર્સનો 87મો ‘એરફોર્સ ડે’ ઉજવવામાં આવી રહ્યો છે, તો સાથે સાથે જ ભારત આજે ફ્રાન્સમાં ફ્રેન્ચ ફાઇટર એરક્રાફ્ટ ‘રફાલે’ મેળવવા જઈ રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રાફેલ વિમાનને પ્રાપ્ત કરવા પેરિસમાં છે, જ્યાં તે પ્રાપ્ત થતાં પહેલાં તે તેના શસ્ત્રની પૂજા કરશે. રફાલ વિમાનમાં પણ ઉડાન ભરશે અને આની સાથે એરફોર્સની તાકાત અનેકગણી વધશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ફ્રાન્સના એરફોર્સના વિમાનમાં પેરિસથી મરિગન્ક જવા રવાના થયા હતા. જ્યાં રાફેલ વિમાનને સત્તાવાર કાર્યક્રમમાં ભારતને સોંપવામાં આવશે. અહીં, રાજનાથ સિંહ પહેલા શસ્ત્ર પૂજા કરશે અને બાદમાં કાર્યક્રમમાં જોડાશે. રાજનાથ સિંહની સાથે ફ્રેન્ચ આર્મીના અનેક અધિકારીઓ પણ હાજર છે.

આપને જણાવી દઇએ કે, રફેલ વિમાન પ્રાપ્ત કરતા પહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ફ્રાંસના રાષ્ટ્રપતિ એમ ન્યુઅલ મેક્રોનને મળ્યા હતા.મુન્યુઅલ મેક્રોન અને રાજનાથ સિંહની આ બેઠક લગભગ 35 મિનિટ સુધી ચાલી હતી. જેમા સરક્ષણ અને આતંકવાદ મામલે ગહન ચર્ચા કરવામાં આવી હોવાની સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.