Not Set/ દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂંક

રાકેશ અસ્થાના જયારે  સીબીઆઈ એસપી હતા ત્યારે  ચારા કૌભાંડની તપાસ તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.

Top Stories
rakesh ashthana દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે રાકેશ અસ્થાનાની નિમણૂંક

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના ડાયરેક્ટર જનરલ, રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનરની નિમણૂંક કરવામાં આવી  છે. ગુજરાત કેડરના 1984 બેચના આઈપીએસ અધિકારી અસ્થાનાની નિવૃત્ત થયાના ત્રણ દિવસ પહેલા દિલ્હી પોલીસ વડા તરીકે તેમની નિમણૂક થઇ  છે.

આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાએ ઝારખંડની નેતરહટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. અસ્થાનાના પિતા હરે કૃષ્ણ અસ્થાના શિક્ષક હતા અને તે પણ નેતરહટ સ્કૂલમાં, આસ્થાના 1984 બેચના આઈપીએસ અધિકારી છે. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી, અસ્થાનાએ રાંચીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો. આઈપીએસમાં પસંદગી બાદ, ગુજરાત કેડર મળ્યો. સંયુક્ત બિહારમાં ઘાસચારા કૌભાંડથી સંબંધિત કેસની તપાસમાં પણ રાકેશ અસ્થાનાની મહત્વની ભૂમિકા હતી.

રાકેશ અસ્થાના જયારે  સીબીઆઈ એસપી હતા ત્યારે  ચારા કૌભાંડની તપાસ તેમના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. સીબીઆઇમાં હતા ત્યારે તત્કાલિન ડિરેક્ટર આલોક વર્મા સાથેના વિવાદ બાદ રાકેશ અસ્થાના ચર્ચામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની સીબીઆઈમાંથી બદલી કરવામાં આવી હતી. રાકેશ અસ્થાના ડીજી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વધારાના હવાલામાં પણ છે.

ઉલ્લેખનીય છે કે રાકેશ અસ્થાના વડા પ્રધાન નરેન્દ્ર માેદીના ખુબ અંગત માનવામાં આવતા છે આજે તેમની નિમણૂંક દિલ્હીના કમિશનર તરીકે કરવામાં આવી છે.