Video/ રાખી સાવંતની રડી રડીને થઇ ખરાબ હાલત, લગ્નને લઈને ખોલ્યું રહસ્ય

રાખીએ કહ્યું કે જ્યાં એક તરફ તેની માતા હોસ્પિટલમાં દાખલ છે, તો બીજી તરફ તેના અને આદિલના લગ્ન મુશ્કેલીનું કારણ છે. આ સિવાય તે એમ પણ કહેતી જોવા મળી હતી કે, ‘તેના નસીબમાં આટલું દુઃખ કેમ છે?’

Trending Entertainment
રાખી સાવંત

રાખી સાવંત (Rakhi Sawant) આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તેણે હાલમાં જ તેના બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાની (Adil Khan Durrani) સાથે લગ્ન કર્યા છે. અભિનેત્રી ખુલ્લેઆમ બધાને કહી રહી છે. પરંતુ તેનો પતિ તેને સ્વીકારતો નથી. બીજી તરફ અભિનેત્રીનું કહેવું છે કે તેણે 7 મહિના પહેલા આદિલ સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં, જ્યારે પાપારાઝીએ અભિનેત્રીને જોઈ અને તેને ઘણા પ્રશ્નો પૂછ્યા, ત્યારે તે રડવા લાગી. પાપારાઝીના સવાલોના જવાબ આપતા તેણે કહ્યું કે જ્યારથી તે બિગ બોસ મરાઠી સીઝન 4 (Bigg Boss Marathi Season 4) માંથી પરત આવી છે ત્યારથી તેના જીવનમાં મુશ્કેલીઓ વધી ગઈ છે.

આપને જણાવી દઈએ કે રાખીએ કહ્યું કે જ્યાં એક તરફ તેની માતા હોસ્પિટલમાં દાખલ છે, તો બીજી તરફ તેના અને આદિલના લગ્ન મુશ્કેલીનું કારણ છે. આ સિવાય તે એમ પણ કહેતી જોવા મળી હતી કે, ‘તેના નસીબમાં આટલું દુઃખ કેમ છે?’ તેણે કહ્યું કે ‘તેની માતાને તેના લગ્ન વિશે કોઈ માહિતી નથી, જોકે તેના કેટલાક સંબંધીઓને તેની જાણ થઈ છે, જેમની પાસેથી તેણે માતાને લગ્ન વિશે માહિતી ન આપવા વિનંતી કરી છે’. કારણ કે તે ડરતી હોય છે કે આ વસ્તુઓની અસર તેની માતા પર થશે.

 

View this post on Instagram

 

A post shared by Dilshad Bilal (@dilshadbilal9)

જણાવીએ કે, પાપારાઝીએ તેને પૂછ્યું કે આદિલના પરિવારના સભ્યોએ તેને શું કહ્યું? આના જવાબમાં રાખીએ કહ્યું, ‘આદિલના પરિવારના સભ્યો ખૂબ સારા છે. એમને સમજવાનો ઘણો પ્રયત્ન કર્યો. તેમણે તો આદિલને પણ કહી દીધું કે તારે લગ્ન કર્યા છે તો બધાની સામે સ્વીકારવામાં શું વાંધો છે? તેના પરિવારના સભ્યો ખૂબ સારા છે. તેમને મને સ્વીકારવામાં સમય લાગશે, પરંતુ આદિલે મારી સાથે કસમો ખાધ છે. પોતાની અગ્નિપરીક્ષા કહ્યા બાદ અભિનેત્રી ત્યાંથી ચાલી ગઈ.

આ પણ વાંચો:બિગ બોસ ફેમ શહનાઝ ગિલે આ વ્યક્તિને આપ્યો ઠપકો, કહ્યું- ‘ચુપ રહો…’

આ પણ વાંચો: ‘પાન સિંહ તોમર’ના લેખક સંજય ચૌહાણનું નિધન, 62 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:સસ્પેન્ડર પહેરીને ડાન્સ કરવો કેમ હતુ અપમાનજનક , જાણો ‘નાચો-નાચો’ ગીતમાં અભિનેતાના લૂકનો ઈતિહાસ