SURAT VNSGU/ VNSGU માં રામ જન્મભૂમિનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રીરામ જન્મભુમિનો ઇતિહાસ જાણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 24T142103.840 VNSGU માં રામ જન્મભૂમિનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રીરામ જન્મભુમિનો ઇતિહાસ જાણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે.આ સર્ટીફીકેટ કોર્ષ માટે થઈ એકેડમી કાઉન્સીલ બેઠક માં કોર્ષ શરૂ કરવા માટે મંજૂરી નો.નિર્ણય લેવાયો હતો.

સુરતની VNSGUમાં શ્રીરામ જન્મભુમિનો ઇતિહાસ જાણવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. ગત અઠવાડિયામાં એકેડેમિક કાઉન્સિલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા. જેમાં અયોધ્યા શ્રીરામ જન્મભુમિ ઇતિહાસનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી. જે યુનિવર્સિટીના હિન્દુ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટમાં આ કોર્સ શરૂ કરાશે. 30 કલાકના આ સર્ટિફિકેટ કોર્સમાં ભગવાન રામના જન્મનો 5 હજાર વર્ષનો ઇતિહાસ, રામ જન્મભુમિ માટે થયેલો વિવાદ, મંદિર માટે સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદા, મંદિર નિર્માણ સહિતની બાબતને કોર્સમાં સમાવી લેવાશે. આ કોર્સમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઇ શકે તે માટે 1100 રૂપિયા ની જ ફી રખાઈ છે. તે ઉપરાંત એસીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કોર્સને મંજૂરી અપાઈ છે. અને ફોરેન લેંગ્વેજમાં જર્મન, સ્પેનિસ, ફ્રેન્ચ તેમજ રશિયન ભાષાનાં સર્ટિફિકેટ કોર્સની.10,000 ફી નક્કી કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ