Rammandir Pran Pratishtha/ રામ જ રાજપુરુષ, રામ જ રાષ્ટ્રપુરુષ, રામ જ મર્યાદા પુરુષોત્તમ

ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો હોય છે જ્યારે ઇતિહાસ જ પોતે અચંબિત થઈ જાય છે. અયોધ્યામાં જ નહીં ભારતના રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસમાં 500 વર્ષ પછી સર્જાયેલા ચમત્કાર નિમિત્તે ભગવાન શ્રીરામની તેમના જ સ્થાને પ્રાણપ્રતિષ્ઠા થઈ છે અને તેઓ તેમના યથાસ્થાને બિરાજ્યા છે.

Top Stories India
YouTube Thumbnail 2024 01 22T133010.205 રામ જ રાજપુરુષ, રામ જ રાષ્ટ્રપુરુષ, રામ જ મર્યાદા પુરુષોત્તમ

અયોધ્યાઃ ઇતિહાસમાં કેટલીક એવી ક્ષણો હોય છે જ્યારે ઇતિહાસ જ પોતે અચંબિત થઈ જાય છે. અયોધ્યામાં જ નહીં ભારતના રાજકીય અને આધ્યાત્મિક ઇતિહાસમાં 500 વર્ષ પછી સર્જાયેલા ચમત્કાર નિમિત્તે ભગવાન શ્રીરામની તેમના જ સ્થાને પ્રાણપ્રતિષ્ઠા થઈ છે અને તેઓ તેમના યથાસ્થાને બિરાજ્યા છે.

આ પ્રાણપ્રતિષ્ઠાનું સિદ્ધહસ્ત કાર્ય કરવાનો યશ મળ્યો છે પીએમ મોદીને. ભગીરથે સ્વર્ગમાંથી ગંગા ઉતારી હતી તેવું જ હિમાલય જેવું મહાકાય કાર્ય પીએમ મોદીએ ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરીને કર્યુ છે. પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં લગભગ 50 મિનિટ રહ્યા. આ કાર્યક્રમમાં લશ્કરના હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી છે.

પીએમ મોદી આ પ્રસંગે હાથમાં લાલ ચુંદડી અને છત્ર સાથે આવ્યા હતા. તેઓ આ ખાસ વસ્તુઓને લઈને ગર્ભગૃહમાં ગયા હતા.તેના પછી તેમણે આ ખાસ વસ્તુઓ પૂજારીને આપી દીધી હતી. પીએમ રામમંદિર સંકુલમાં ક્રીમ કલરના ઝભ્ભા અને સફેદ ધોતીમાં જોવા મળ્યા હતા. તેમની ચારેય બાજુ શ્રીરામનો જયઘોષ થતો હતો.

પીએમ મોદીએ વિધિવિધાન મુજબ પૂજા કરી હતી. તેમની સાથે પૂજામાં આરએસએસના વડા મોહન ભાગવત,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ જોડાયા હતા. મંત્રજાપ સાથે વેદિક પરંપરા મુજબ આ વિધિ કરવામાં આવી હતી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ