Not Set/ રમીઝ રાજા બન્યા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ, કોમેન્ટ્રી છોડવાનું કર્યું નક્કી

પૂર્વ પાકિસ્તાની ઓપનર અને પ્રખ્યાત કોમેન્ટેટર રમીઝ રાજા બિનહરીફ ચૂંટણી જીત્યા બાદ ઔપચારિક રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નાં અધ્યક્ષ બન્યા છે.

Sports
1 216 રમીઝ રાજા બન્યા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ, કોમેન્ટ્રી છોડવાનું કર્યું નક્કી

પૂર્વ પાકિસ્તાની ઓપનર અને પ્રખ્યાત કોમેન્ટેટર રમીઝ રાજા બિનહરીફ ચૂંટણી જીત્યા બાદ ઔપચારિક રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નાં અધ્યક્ષ બન્યા છે. તેઓ ત્રણ વર્ષ સુધી આ ખુરશી પર રહેશે. 27 ઓગસ્ટનાં રોજ, પાકિસ્તાનનાં વડાપ્રધાન અને PCB નાં સંરક્ષક ઇમરાન ખાન દ્વારા રમીઝ રાજાને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –Cricket / વિરાટ કોહલી Captainship માંથી આપી શકે છે રાજીનામું, આ બની શકે છે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન

આપને જણાવી દઇએ કે, એહસાન મણીનું સ્થાન રમીઝ રાજા લેશે. પીસીબીનાં ચેરમેન બનનાર ઇજાજ બટ, જાવેદ બુર્કી અને અબ્દુલ હફીઝ કારદાર બાદ તે માત્ર ચોથા ક્રિકેટર છે. ઇમરાન દ્વારા નામાંકિત થયા બાદ, રમીઝ સક્રિયપણે PCB અધિકારીઓ અને ખેલાડીઓને મળી રહ્યા છે. ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમની પસંદગીમાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. પાકિસ્તાન ટીમની જાહેરાત થયા બાદ મુખ્ય કોચ મિસ્બાહ-ઉલ-હક અને બોલિંગ કોચ વકાર યુનુસે રાજીનામું આપ્યું હતું. તેથી, વર્લ્ડ કપ પહેલા નેશનલ પુરુષ ટીમ માટે કોચિંગ સ્ટાફની પસંદગી રમીઝની પ્રાથમિકતાઓમાંની એક છે. આ ઉપરાંત, પાકિસ્તાન સુપર લીગ (PSL) નાં પ્રસારણ અને કોમર્સિયલ અધિકારો પણ વેચવાના છે, જે તેમની મુખ્ય કામગીરીનાં કેન્દ્રમાં હશે. છેલ્લા ત્રણ વર્ષમાં પીસીબીએ સ્થાનિક ટીમોની સંખ્યા 16 થી ઘટાડીને છ કરી છે. રમીઝ ઈચ્છે છે કે, આ છ એસોસિએશનો તેમના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓને સ્વાયત્ત સંસ્થા તરીકે પોતાની રીતે પસંદ કરે, તેમના બોર્ડનાં સભ્યોને નામાંકિત ન કરવામાં આવે. રમીઝ આજે પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.

આ પણ વાંચો –Cricket / રાજસ્થાન રોયલ્સ માટે આવી Good News, IPL પહેલા તેમના આ ખેલાડીએ ફટકારી ધમકેદાર સદી

પીસીબીમાં રમીઝનો આ બીજો કાર્યકાળ હશે. આ પહેલા તેઓ 2003-04માં PCB નાં ચીફ એક્ઝિક્યુટિવ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતે 2004 માં પાકિસ્તાનનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો. પછી તેમણે ઘરેલુ ક્રિકેટમાં ઘણા મોટા ફેરફારો કર્યા. પાકિસ્તાની ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ્સ લાવવામાં પણ તેમનો ફાળો હતો. રમીઝે 2004 ની વનડે અને ટેસ્ટ સીરીઝમાં ભારતની હાર બાદ બોબ વૂલ્મરને કોચ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) પણ તેમના કાર્યકાળ દરમિયાન કાર્યરત હતી. જોકે તેમણે કોમેન્ટેટર તરીકે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું, પરંતુ ઓગસ્ટ 2004 માં હિતોનાં સંઘર્ષને કારણે તેમને પદ છોડવું પડ્યું હતું. ત્યારથી તે સતત પાકિસ્તાનનાં અગ્રણી કોમેન્ટેટર રહ્યા છે, લગભગ દરેક દેશી અને વિદેશી સીરીઝમાં તેઓ ટીવી પર દેખાય છે. જો કે, આ વખતે વહીવટકર્તા બન્યા પછી, તેમણે સંપૂર્ણપણે કોમેન્ટ્રી છોડવાનું નક્કી કર્યું છે.