Not Set/ કોરોના પોઝિટીવ રણધીર કપૂરને ICUમાં કરાયા શિફ્ટ, હાલતમાં સુધાર

બોલિવૂડના દિગ્ગજ એક્ટર રણધીર કપૂરને ગુરૂવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Trending Entertainment
A 356 કોરોના પોઝિટીવ રણધીર કપૂરને ICUમાં કરાયા શિફ્ટ, હાલતમાં સુધાર

બોલિવૂડના દિગ્ગજ એક્ટર રણધીર કપૂરને ગુરૂવારે કોરોના પોઝિટિવ આવ્યા બાદ મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર મળી રહ્યા છે કે, તેમને આગળના વધુ ટેસ્ટ્સ માટે ICU માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમણે જાતે પોતાની હેલ્થના અપડેટ આપ્યા છે.

જાણકારી અનુસાર ઇટાઇમ્સને હેલ્થ અપડેટ આપતા રણધીર કપૂરે ઉલ્લેખ કર્યો છે કે તેમને આગળ ટેસ્ટ માટે આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે તે સારુ અનુભવી રહ્યાં છે અને ચિંતા કરવાની કોઇ વાત નથી.

Randhir Kapoor થયા કોરોના પોઝિટિવ, કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સરાવાર  | Entertainment News in Gujarati

રણધીર કપૂરે જણાવ્યું કે તેમના પોઝીટીવ આવ્યા બાદ તે હેરાન થઇ ગયા છે અને બાદમાં તેમને જાણ થઇ કે 5 સ્ટાફ મેમ્બર પણ પોઝીટીવ આવ્યા છે. શોમેજ રાજ કપૂરના સૌથી મોટા દિકરા રણધીરે કહ્યું કે તે પોતાના સ્ટાફ સદસ્યોને તે જ હોસ્પિટલમાં ઇલાજ અપાવી રહ્યાં છે.

તેમણે કહ્યું કે મને થોડા ટેસ્ટ માટે આઇસીયુમાં ટ્રાંસફર કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ મારી સારી દેખરેખ કરે છે અને હું ટીના અંબાણીનો ધન્યવાદ કરુ છુ. બધુ નિયંત્રણમાં છે. ડૉક્ટર્સ હંમેશા આસપાસ જ રહેતા હોય છે.

बॉलीवुड अभिनेता रणधीर कपूर कोरोना संक्रमित, मुंबई के कोकिला बेन अस्पताल में  भर्ती Bollywood actor Randhir Kapoor corona infected, admitted to Mumbai's  Kokila Ben Hospital - India TV ...

તેમણે કહ્યું કે તે ઓક્સિજનના સ્તરમાં કોઇ કમી મહેસુસ નથી કરી રહ્યાં પરંતુ થોડો તાવ હતો. તેમણે કહ્યું, મે ધ્રુજતા અનુભવ્યુ અને નિર્ણય કર્યો કે સુરક્ષિત રહેવું જ યોગ્ય છે. માટે મે ટેસ્ટ કરાવ્યો અને તે પોઝીટીવ આવ્યો. મને કોઇ મોટી સમસ્યા નથી, થોડો તાવ હતો પણ હવે તે પણ નથી.

આ પહેલાં રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને ખ્યાલ નથી કે તે કેવી રીતે કોરોનાનો ભોગ બન્યાં. તેમણે પોતાના સ્ટાફ સહિત તમામનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાંથી પાંચ સ્ટાફ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. આ પાંચેય લોકોને કોકિલાબેન હોસ્પિટલમાં જ એડમિટ કરવામાં આવ્યા છે.

પિતા રાજ કપૂર, માતા કૃષ્ણા કપૂર, તથા રિશી કપૂર, રાજીવ કપૂર સાથે રણધીર કપૂર

રણધીર કપૂરે કહ્યું હતું કે તેમને થોડો તાવ હતો અને સહેજ ધ્રુજારી આવતી હતી. હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે કોવિડનો ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. તેમના આશ્ચર્યની વચ્ચે તે પોઝિટિવ આવ્યો હતો. જોકે, હવે તેમને તાવ આવતો નથી.

રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરીના રોજ નિધન થયું હતું. તેઓ ડિવોર્સી હતા અને તેમને કોઈ સંતાન પણ નહોતું. આવી સ્થિતિમાં તેમની પ્રોપર્ટીનો કેસ કોર્ટમાં છે. બોમ્બે હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થઈ હતી, જ્યાં કોર્ટે રણધીર કપૂર અને રીમા જૈન પાસેથી અન્ડરટેકિંગ માગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજીવના ડિવોર્સ ડિક્રીને શોધે અને તેને કોર્ટની સમક્ષ રજૂ કરે.

Untitled 47 કોરોના પોઝિટીવ રણધીર કપૂરને ICUમાં કરાયા શિફ્ટ, હાલતમાં સુધાર