Ranji Trophy 2022/ અજિંક્ય રહાણેની રણજી ટ્રોફીમાં શાનદાર શરૂઆત, કરી

છેલ્લા કેટલાક સમયથી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમમાંથી બહાર થવાના આરે રહેલા રહાણેએ પહેલા જ મેચમાં સદી ફટકારીને વાપસીના સંકેત આપી દીધા છે.

Sports
છેલ્લા કેટલાક સમયથી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય

છેલ્લા કેટલાક સમયથી પોતાના ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફીમાં શાનદાર શરૂઆત કરી છે. ભારતીય ટીમમાંથી બહાર થવાના આરે રહેલા રહાણેએ પહેલા જ મેચમાં સદી ફટકારીને વાપસીના સંકેત આપી દીધા છે. મુંબઈ તરફથી રમતા તેણે સૌરાષ્ટ્ર સામે 212 બોલમાં સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

રહાણે બેટિંગ કરવા આવ્યો ત્યારે મુંબઈએ 44 રનમાં પોતાની ટોચની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેણે સરફરાઝ ખાન સાથે મળીને ટીમની કમાન સંભાળી હતી અને ચોથી વિકેટ માટે 200થી વધુ રનની અતૂટ ભાગીદારી કરી હતી. દિવસની રમતના અંતે રહાણે 250 બોલમાં 108 અને સરફરાઝ 219 બોલમાં 121 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ભારતીય ટીમને આવતા મહિને શ્રીલંકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. આવી સ્થિતિમાં, ત્રણમાંથી બહાર રહેવાની ચર્ચા વચ્ચે રહાણેની સદી તેને આત્મવિશ્વાસ વધારવાની સાથે થોડી રાહત આપશે.

રહાણે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન તેની બેટિંગથી નિરાશ થયો હતો અને રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેના નબળા પ્રદર્શન બાદ તેને ટીમમાંથી બહાર કરીને યુવાઓને તક આપવાની માંગ ઉઠી હતી. રહાણે સામેની આ મેચમાં તેનો ભારતીય સાથી ચેતેશ્વર પુજારા રમી રહ્યો છે, જેના પર ટીમમાંથી બહાર થવાની તલવાર લટકી રહી છે. આવી સ્થિતિમાં તેની પાસેથી કેટલીક આવી જ ઈનિંગ્સની અપેક્ષા તેના ચાહકો અને ટીમ ઈન્ડિયાને રહેશે.

દહેગામ / વટવા ગામમાં હિંસક જૂથ અથડામણમાં 15 ઘાયલ, ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ

World / નેહરુનું ભારત એક એવું બની ગયું છે જ્યાં અડધા સાંસદો સામે દુષ્કર્મ અને હત્યા જેવા ફોજદારી આરોપો પેન્ડિંગ છે :સિંગાપોરના વડા પ્રધાન

Gujarat / રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન જાહેર, શાળા કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઈન

કચ્છ / કચ્છમાં વધુ 7 પાકિસ્તાની બોટ ઝડપાઇ, ઘુષણખોરો માટે લાલ જાજમ બનતો દરિયાકિનારો