Bollywood/ વિરાટ કોહલીના કેપ્ટનશિપ છોડવા પર રણવીર સિંહનો ખુલાસો, કહ્યું- ‘રાજા હંમેશા રાજા રહેશે…’

રણવીર સિંહે હાર્ટ ઇમોજી સાથે ક્રિકેટરના સમર્થનમાં લખ્યું, ‘રાજા હંમેશા રાજા રહેશે’. ટીવી અભિનેતા નકુલ મહેતાએ લખ્યું, ‘તમારા યોગદાન માટે આભાર!

Entertainment
રણવીર

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશિપમાંથી રાજીનામું આપીને બધાને ચોંકાવી દીધા છે. વિરાટ કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ પરથી રાજીનામું આપવા પર બોલિવૂડ સેલેબ્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સેલેબ્સ તેમના નિર્ણયનું સન્માન કરી રહ્યાં છે અને તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. આવામાં રણવીર સિંહે પણ વિરાટ કોહલીને શુભેચ્છા પાઠવીને સપોર્ટ કર્યો છે.

આ પણ વાંચો :છૂટાછેડા બાદ પૂર્વ પત્ની કિરણ રાવ માટે આમિર ખાને ભર્યું આ મોટું પગલું

વિરાટે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી અને ટેસ્ટ કેપ્ટન પદ છોડવાનો નિર્ણય જાહેર કર્યો. તેણે લખ્યું, ‘ભારતીય ટીમને સાચી દિશામાં લઈ જવા માટે 7 વર્ષથી સખત અને અથાક મહેનત કરી છે. મેં મારું કામ નિષ્ઠાપૂર્વક કર્યું અને ક્યારેય હાર ન માની. એક મંચ પર આવ્યા પછી બધાએ રોકાવું પડે છે. હવે ટેસ્ટ કેપ્ટન તરીકે મારા માટે પણ આ સમય આવી ગયો છે. પોતાની પોસ્ટમાં આગળ તેણે BCCI, મહેન્દ્ર સિંહ ધોની અને તમામ સાથી ખેલાડીઓનો આભાર માન્યો.

Instagram will load in the frontend.

રણવીરે કહ્યું ‘રાજા હંમેશા રાજા જ રહેશે’

તેની આ પોસ્ટ પર, રણવીર સિંહે હાર્ટ ઇમોજી સાથે ક્રિકેટરના સમર્થનમાં લખ્યું, ‘રાજા હંમેશા રાજા રહેશે’. ટીવી અભિનેતા નકુલ મહેતાએ લખ્યું, ‘તમારા યોગદાન માટે આભાર! ભારતીય ટેસ્ટ ટીમને અત્યાર સુધીની શ્રેષ્ઠ પ્રવાસી ટીમ બનાવી. આલિયા ભટ્ટ, વરુણ ધવન, અર્જુન કપૂર, નેહા ધૂપિયા, અંગદ બેદી, આથિયા શેટ્ટી, વાણી કપૂર સહિત અન્ય લોકોએ વિરાટ કોહલીની પોસ્ટને લાઈક કરીને ક્રિકેટરના નિર્ણય પ્રત્યે આદર વ્યક્ત કર્યો છે.

આપને જણાવી દઈએ કે રણવીર સિંહ વિરાટ કોહલીનો ઘણો મોટો ફેન છે. વર્ષ 2019 માં, તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ રજૂ કરી અને જણાવ્યું કે તે વિરાટ કોહલીને કેટલો પસંદ કરે છે.

આ પણ વાંચો :રાજ કુન્દ્રાએ સોશિયલ મીડિયામાં કર્યું કમબેક, પત્ની શિલ્પા અને દીકરાને નથી કરી રહ્યો ફોલો

આ પોસ્ટમાં રણવીરે વિરાટ કોહલી સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી અને તેણે એમ પણ લખ્યું હતું કે- ‘હું નાનપણથી જ ક્રિકેટનો મોટો ફેન છું. મારી સુંદર ટીમ સાથે મારી ઘણી લાગણીઓ જોડાયેલી છે. હું હંમેશા ઈચ્છતો હતો કે અમારી ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમ બને. અને પછી વિરાટ કોહલી હતો. તે એક સાચા યોદ્ધાની જેમ પોતાના દેશનું નેતૃત્વ કરી રહ્યો છે. તેઓ નવા ભારતના હીરો છે. અમને તમારા પર ગર્વ છે કેપ્ટન.

વિરાટ કોહલી સૌથી સફળ કેપ્ટન 

આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિરાટ પાસેથી ODI કેપ્ટનશિપ છીનવી લીધી હતી. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન છે. આ સિવાય વિરાટે ODI અને T20 ઈન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે પણ શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.

રણવીર સિંહની આગામી ફિલ્મોની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ ’83’ રિલીઝ થઈ છે, જેમાં તે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે. અને આવનારા સમયમાં રણવીર ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘સર્કસ’ અને જયેશભાઈ જોરદાર જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળશે.

આ પણ વાંચો :રાજ કુન્દ્રાના EX બિઝનેસ પાર્ટનર સચિન જોશી પર EDની કાર્યવાહી, 410 કરોડની સંપત્તિ જપ્ત

આ પણ વાંચો :રિલીઝ પહેલા લીક થઈ ‘બ્રહ્માસ્ત્ર’ની સ્ટોરી, રણબીર કપૂર-આલિયા ભટ્ટને લાગ્યો ઝટકો

આ પણ વાંચો :શાહિદ કપૂરે ખોલ્યું મીરા કપૂરના પહેલા પ્રેમનું રહસ્ય, પત્નીએ આપી આવી પ્રતિક્રિયા