Covid-19/ રણવીર શૌરીને થયો કોરોના, અભિનેતાએ ટ્વીટ કરી આપી માહિતી

રણવીર શૌરી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. તે મોટે ભાગે કોઈક ના કોઈક મુદ્દા વિશે વાતો કરતો રહે છે. હાલમાં જ રિહાના-ગ્રેટા પર એક ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જે એકદમ વાયરલ થઈ ગઈ.

Entertainment
a 204 રણવીર શૌરીને થયો કોરોના, અભિનેતાએ ટ્વીટ કરી આપી માહિતી

અભિનેતા રણવીર શૌરીને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. 48 વર્ષીય અભિનેતા રણવીરે આ માહિતી ચાહકો સાથે ટ્વિટર પર શેર કરી છે. આપને જણાવી દઇએ કે બોલીવુડના સ્ટાર પણ આ જીવલેણ મહામારીથી બચી શક્યું નથી. અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, કનિકા કપૂર, જોઆ મોરાની, કિરણ કુમાર, મોહિની કુમારી જેવા ઘણા કલાકારો કોરોના વાયરસનો શિકાર બની ચુક્યા છે.

રણવીરે ટ્વીટ કરીને લખ્યું કે, ‘મને કોવિડ 19 પોઝિટીવ છે. લક્ષણો હળવા છે. હું ક્વોરન્ટીનમાં છું.

રણવીર શૌરી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. તે મોટે ભાગે કોઈક ના કોઈક મુદ્દા વિશે વાતો કરતો રહે છે. હાલમાં જ રિહાના-ગ્રેટા પર એક ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. જે એકદમ વાયરલ થઈ ગઈ.

આ પણ વાંચો :  ફિલ્મ ‘અટેક’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો જ્હોન અબ્રાહમ, શેર કર્યો Video

 

View this post on Instagram

 

A post shared by Kalpesh Patel (@ranvirshorey)

 

View this post on Instagram

 

A post shared by Kalpesh Patel (@ranvirshorey) 

રણવીર શૌરીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો ઓટીટી પ્લેટફોર્મ રિલીઝ ‘લૂટકેસ’ માં કૃણાલ ખેમુ સાથે જોવામળ્યો છે. આ સિવાય ઇરફાનની ફિલ્મ ‘ઇંગ્લિશ મીડિયમ’ માં પણ જોવા મળ્યો હતો. હવે તે મેટ્રો પાર્ક 2 માં જોવા મળશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ