Banaskantha/ બનાસકાંઠાના ધાનેરામાં વિધર્મી સ્પા સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ

દિલ્હીની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર

Top Stories Gujarat
Beginners guide to 38 બનાસકાંઠાના ધાનેરામાં વિધર્મી સ્પા સંચાલક સામે દુષ્કર્મની ફરિયાદ

Banaskantha News : બનાસકાંઠાના ધાનેરામાં વિધર્મી યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. દિલ્હીની એક યુવતીએ વિધર્મી સ્પા સંચાલક જે ડી ખાન સામે ફરિયાદ નોંધાવી છે.આ બનાવની વિગત મુજબ આરોપી વિધર્મી યુવક જે ડી ખાન મુળ રાજસ્થાનનો વતની છે. બનાસકાંઠાના ધાનેરામાં રાજમંદિર પ્લાઝામાં એપલ ડિલક્સ થ્રી સ્ટાર નામનું સ્પા ચલાવે છે. દિલ્હીની આ યુવતીને સ્પા મેનેજરની નોકરીની લાલચ આપીને લાવવામાં આવી હતી.  તે સિવાય યુવતીના એકાઉન્ટમાં પૈસા હોવાથી સ્પા મેનેજર જે ડી ખાને તેને સ્પામાં ભાગીદાર બનાવવાની લોભામણી લાલચ આપી હતી.નોકરી મળવાની આશાએ યુવતી પણ ભોળવાઈ ગઈ હતી.

બાદમાં વિધર્મી યુવકે યુવતી પાસેથી ત્રણ લાખ ઓનલાઇન અને ૩ લાખ જેટલી રકમ રોકડમાં પડાવી લીધી હતી. આરોપી જે ડી ખાને બાદમાં દિલ્હીની આ યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. તે યુવતીને મારઝૂડ કરતો હોવાનો પણ તેની સામે આરોપ મુકાયો છે. એટલું જ નહી આરોપીએ યુવતીને ગળે ટૂંપો આપતો હોવાના સીસીટીવી પણ સામે આવતા ખળભળાટ મચ્યો છે.

અંતે હારીથાકીને યુવતીએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં વિધર્મી સ્પા સંચાલક જે ડી ખાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખાન વિરૂધ્ધ 376, 406, 506(2), 294(બ) મુજબ ગુનો નોંધ્યો હતો.પિડીતાનો આરોપ છે કે જે ડી ખાનના ગોરધંધાઓ તે બહાર લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેને પગલે તેણે યુવતીમે મારઝૂડ પણ કરી હતી. વધુમાં પિડીતાએ આરોપ લગાવ્યો છે કે  વિધર્મી યુવક સ્પાની આડમાં અનેક યુવતીઓને ફસાવતો હતો.

અંતે ધાનેરા પોલીસે તપાસ હાથ ધરીને વીધર્મી સ્પા સંચાલક જે ડી ખાનને ઝડપી લઈને જેલના હવાલે કર્યોઆરોપીની ધરપકડ બાદ પીડિત યુવતીએ માંગણી કરી હતી કે વિધર્મી જે ડી ખાનને કડકમાં કડક સજા આપવામાં આવે. વધુમાં તેણે કહ્યું હતું કે અનેક વાર તેણે મારી સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. તે સિવાય જે.ડી. ખાનના સ્પામાં ખોટા કામો થતા હોવાથી તેના સ્પાને સિલ લાગવું જોઈએ. પીડિત યુવતી  પોતાની આ વેદના સંભળાવતા રડી પડી હતી.વધુ તપાસ કરતા વિધર્મી યુવક જે ડી ખાન ધાનેરા, થરાદ અને મહેસાણામાં પણ સ્પા ચલાવતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. જો આ સ્પાની તપાસ કરવામાં આવે તો પણ ચોંકાવનારી માહિતી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.જેને પગલે ધાનેરાના સ્પા સેન્ટરમાં માસાજના નામે દેહ વ્યાપારના ધંધાઓ ચાલતા હોવાનું બહાર આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો