Surendranagar/ ગુજરાતમાં બળાત્કારનો સિલસિલો યથાવત્, હવે આ ગામમાં નોંધાવાઇ ફરિયાદ

ચોટીલાના પાળીયાદ રોડ ઉપર રહેતી પરીવારની 14 વર્ષની છોકરી પરિવાર સાથે પોતાના ઘરે સુતી હતી ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતો વિજય કાળુભાઇ અને મહેશભાઇ તેના ઘરે આવ્યા હતા.

Gujarat Others
a 443 ગુજરાતમાં બળાત્કારનો સિલસિલો યથાવત્, હવે આ ગામમાં નોંધાવાઇ ફરિયાદ

સચીન પીઠવા,મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યમાં એક પછી એક સતત બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. આવામાં વધુ એક ઘટના સુરેન્દ્રનગરના ચોટીલાથી સામે આવી છે. આ મામલે મળતી માહિતી અનુસાર ચોટીલા શહેરના પાળીયાદ રોડ પર રહેતી 14 વર્ષીય છોકરીના ઘરમાં ઘૂસીને મોડી રાત્રે અઢી વાગ્યે બે યુવકે ઉઠાડી હતી અને પછી તેને બાઈક પર વાડીએ લઈ ગયા હતા.

જે બાદ આ પૈકી એક યુવકે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. છોકરી સાથે શારીરિક સંબંધ બાંધનારા યુવકે છોકરીને લગ્નની લાલચ આપીને શારીરિક સંબધો બાંધ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે યુવતીના પરિવારે આ યુવક અને તેને મદદ કરનારા તેના મિત્ર સામે બળાત્કારની ફરિયાદ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ચોટીલાના પાળીયાદ રોડ ઉપર રહેતી પરીવારની 14 વર્ષની છોકરી પરિવાર સાથે પોતાના ઘરે સુતી હતી ત્યારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતો વિજય કાળુભાઇ અને મહેશભાઇ તેના ઘરે આવ્યા હતા. બંનેએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કર્યું હતું અને બાઇક પર ઉઠાવી ગયા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…