ગુજરાત/ મહેમદાવાદમાં લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ

ખેડાના મહેમદાવાદમાં એક સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

Gujarat Top Stories Others
દુષ્કર્મ

ખેડાના મહેમદાવાદમાં એક સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદ વિસ્તારના એક ગામમાંથી 12 જાન્યુઆરી 2024ના રોજ એક યુવક 16 વર્ષની સગીરાને લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે આ સગીરાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજીતરફ આ સંદર્ભે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરીને અંતે યુવક અને સગીરાને શોધી કાઢ્યા હતા.

આ અંગે પોલીસે આરોપી વિરૃધ્ધ આપીસીની કલમ 363,366 અને પોક્સો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અવસાન/અમિત શાહની મોટી બહેનનું મુંબઈમાં નિધન, કેન્દ્રીય મંત્રીએ તમામ કાર્યક્રમો કર્યા રદ્દ

આ પણ વાંચો:Uttarayana/ભાવનગરમાં પતંગ ચગાવતા બે યુવકો મોતને ભેટ્યા, 1 ચાઈનીઝ દોરીથી ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:ગુજરાત/સોમનાથમાં મંદિરનું કામ પૂર્ણ થાય તે પહેલા શિવલિંગની કરવામાં આવી હતી પ્રાણ પ્રતિષ્ઠા, ખુદ રાષ્ટ્રપતિ રહ્યા હતા હાજર