Rapid rail/ હાઈકલાસ સુવિધાથી સજ્જ Rapid Rail ‘નમો ભારત’ આજથી શરૂ, જાણો શું છે ખાસ

RRTS ટ્રેનો 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે તૈયાર કરવામાં આવી છે. જોકે, આ ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડશે. આ ટ્રેન 60 મિનિટમાં 100 કિલોમીટરની મુસાફરી કરી શકે છે.

India
rapid rail હાઈકલાસ સુવિધાથી સજ્જ Rapid Rail ‘નમો ભારત’ આજથી શરૂ, જાણો શું છે ખાસ

દેશની પ્રથમ હાઈકલાસ સુવિધાથી સજ્જ રેપિડ રેલ ‘નમો ભારત’ આજથી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોર પર દોડશે. સાહિબાબાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  રેપિડ રેલને લીલી ઝંડી બતાવ્યા બાદ આજે શનિવારથી લોકો આ ટ્રેનનમાં મુસાફરી કરી શકશે. 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી રેપિડ ટ્રેન શરૂઆતમાં દર 15 મિનિટે ઉપલબ્ધ રહેશે. લોકો સવારના 6 વાગ્યાથી રાત્રીના 11 વાગ્યા સુધી ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

જાણો શું છે ખાસ

રેપિડ રેલ નમો ભારત ટ્રેન પ્રથમ તબક્કામાં સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે દોડશે. ત્યારપછી આગામી તબક્કામાં તેને મેરઠ સુધી ચલાવવામાં આવશે. નોંધનીય છે કે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર 82 કિમી લાંબો છે, પરંતુ હાલમાં ટ્રેનને માત્ર 17 કિમીના રૂટ પર દોડાવવામાં આવશે. આ ટ્રેનનો આ પહેલો તબક્કો છે જેમાં પ્રથમ સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુલધર, દુહાઈ અને દુહાઈ ડેપો સ્ટેશનો એટલે કે કુલ 5 સ્ટેશન બનાવવામાં આવ્યા છે.

સામાન્ય લોકોને હાઈકલાસ સુવિધા મળી રહે માટે રેપિડએક્સ ટ્રેનનું ભાડાનો દર ઓછો રાખવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં ભાડું 20 રૂપિયાથી શરૂ થશે. જ્યારે પ્રીમિયમ ક્લાસમાં ટિકિટ 40 રૂપિયામાં ઉપલબ્ધ હશે. તેમજ પ્રીમિયમ ક્લાસમાં સાહિબાબાદથી દુહાઈ ડેપોના સમાન અંતરનું ભાડું 100 રૂપિયા હશે. જ્યારે NCRTCએ 90 સેમીની ઊંચાઈથી નીચેના બાળકોને મફત મુસાફરીની સુવિધા આપી. સાથે મુસાફરોને પણ 25 કિલો સુધીનો સામાન સાથે લઈ જવા પર છૂટ આપી. રેપિડએક્સ ટ્રેનની ટિકિટ તમે મેટ્રો ટિકિટની જેમ કાઉન્ટર અને ટિકિટ વેન્ડિંગ મશીનો દ્વારા મેળવી શકશો.


whatsapp ad White Font big size 2 4 હાઈકલાસ સુવિધાથી સજ્જ Rapid Rail ‘નમો ભારત’ આજથી શરૂ, જાણો શું છે ખાસ


આ પણ વાંચો : ડેન્ગ્યુ સામેની જંગમાં મોટી સફળતા, પ્રથમ અસરકારક દવા તૈયાર!

આ પણ વાંચો : આ અનોખા મંદિરમાં દીપ પ્રગટાવવા માટે ભક્તોની લાંબી લાઈન રહે છે, જાણો શું છે ઈતિહાસ

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ વિદ્રોહ વખતે પણ પેલેસ્ટાઈનને સમર્થન  હતું : રાજીવ ગાંધી