Not Set/ રાજકોટઃ જાડેજાની રેસ્ટોરન્ટ સહિત 32 ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા

રાજકોટઃ મહાનગર પાલિકા દ્વારા ગુરૂવારે સવારે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા ક્રિકેટર રવિંન્દ્ર જાડેજાની રેસ્ટ્રોરન્ટ જડ્ડુસના ગેરકાયદેસરના બાંધકામને પણ તોડી પાડવનામાં આવી હતી શહેરના મવડી વિસ્તારમાં TP અંતર્ગત રોડ 9 મીટર પહોળો કરવાનો નિર્ણય કરાયો હતો જેમાં રસ્તા પરના દબાણો હટાવવા માટે અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે ગુરૂવારે વહેલી સવારે મનપા દ્વારા […]

Gujarat

રાજકોટઃ મહાનગર પાલિકા દ્વારા ગુરૂવારે સવારે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા ક્રિકેટર રવિંન્દ્ર જાડેજાની રેસ્ટ્રોરન્ટ જડ્ડુસના ગેરકાયદેસરના બાંધકામને પણ તોડી પાડવનામાં આવી હતી શહેરના મવડી વિસ્તારમાં TP અંતર્ગત રોડ 9 મીટર પહોળો કરવાનો નિર્ણય કરાયો હતો જેમાં રસ્તા પરના દબાણો હટાવવા માટે અગાઉથી નોટિસ પાઠવવામાં આવી હતી.

જ્યારે ગુરૂવારે વહેલી સવારે મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરતા 32 રહેણાંક મકાનો અને 5 દુકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું. આ ડિમોલેશન બાબતે અગાઉ પણ કોંગ્રેસ દ્રારા રજૂઆત કરવામાં આવી હતી, આ વિસ્તાર મા ટીપી રોડની જરૂર ન હોવાથી આ વિસ્તારમાં કોઇ ડિમોલેશન કરવામાં ન આવે તે માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.