Rules/ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદમાં આની ઘોષણા કરી.

Top Stories India
a 358 કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે એક પત્રકાર પરિષદમાં આની ઘોષણા કરી. તેમણે કહ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશના પ્રકાશમાં આ દિશાનિર્દેશો જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ અંગે વહેલી તકે નવી માર્ગદર્શિકા જારી કરવા સરકારને જણાવ્યું હતું.

પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓનું ભારતમાં વેપાર કરવા માટે સ્વાગત છે. તેના માટે અમે વખાણ કરીએ છીએ. વેપાર કરો અને પૈસા કમાઓ. તેમણે કહ્યું કે સરકાર અસહમતિના અધિકારનું સમ્માન કરે છે પરંતુ એ ખૂબ જ જરૂરી છે કે યુઝર્સને સોશિયલ મીડિયાના દુરૂઉપયોગને લઇ પ્રશ્નો ઉઠાવા માટે ફોરમ આપવામાં આવે.

પ્રસાદે કહ્યું કે અમારી પાસે કેટલીય ફરિયાદો આવી કે સોશિયલ મીડિયા પર મોર્ફ તસવીરો શેર થઇ રહી છે. આતંકી ગતિવિધિઓ માટે તેનો ઉપયોગ થઇ રહ્યો છે. પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરૂઉપયોગનો મુદ્દો સિવિલ સોસાયટીથી લઇ સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂકયો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે હવે બધા મીડિયા પ્લેટફોર્મ માટે નિયમ હોવો જોઈએ. ઓટીટી પ્લેટફોર્મ માટે નિયમો બનાવવા માટે અમને દરરોજ સેંકડો પત્રો મળી રહ્યાં છે. જાવેદકરે કહ્યું કે ઓટીટી અને ડિજિટલ મીડિયા માટે ત્રિ-સ્તરની વ્યવસ્થા કરવામાં આવી છે.

નવી ગાઇડલાઇન

  • બે પ્રકારની કેટેગરી છે સોશિયલ મીડિયા ઇંટરમીડિયરી અને સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયા ઇંટરમીડિયરી.
  • બધાને ગ્રીવાંસ રીડ્રેસલ મેકિનેઝિમ બનાવવું પડશે. 24 કલાકમાં ફરિયાદ નોંધાશે અને 14 દિવસમાં ઉકેલવો પડશે.
  • જો યુઝર્સ ખાસ કરીને મહિલાઓના સમ્માન સાથે ખિલવાડની ફરિયાદ થઇ તો 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે.
  • સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયાને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર રાખવો પડશે જે ભારતનો રહેવાસી હશે.
  • એક નોડલ કોન્ટેક્ટ પર્સન રાખવા પડશે જે કાયદાકીય એજન્સીઓના ચોવીસ કલાક સંપર્કમાં રહેશે.
  • મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવો પડશે.

ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સ

  • વોટ્સએપ યુઝર 53 કરોડ
  • યુ ટ્યુબ 44.8 કરોડ 
  • ફેસબુક 41 કરોડ 
  • ઈન્સ્ટા 21 કરોડ 
  • ટ્વિટર 1.75 કરોડ

નિવૃત્ત સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના જજ  આ ગ્રીવાંસ રીડ્રેસલ અને સેલ્ફ રેગુલેશનલ મેકેનિઝ્મનો એક ભાગ હશે. સેન્સર બોર્ડને બદલે, વય વિશે સેલ્ફ ક્લાસીફિકેશન આપવું પડશે, જે ફક્ત 13 વર્ષથી ઉપરના લોકોએ જ જોવું જોઈએ. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ અફવાઓ અને જુઠ્ઠાણા ફેલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આઇટી અને એમઆઈબીનો કાયદો લગભગ સમાન હશે.