Business News/ RBIએ આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ, તમારું ખાતું પણ તેમાં નથીને!

ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ઉત્તર પ્રદેશના ગાઝીપુર સ્થિત પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે.

Top Stories Breaking News Business
YouTube Thumbnail 2024 06 17T185419.058 RBIએ આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ, તમારું ખાતું પણ તેમાં નથીને!

ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ઉત્તર પ્રદેશના ગાઝીપુર સ્થિત પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. કેન્દ્રીય બેંકે સોમવારે જણાવ્યું હતું કે પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંક પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવના નથી. આરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના કો-ઓપરેશન કમિશનર અને કો-ઓપરેટિવ સોસાયટીઝના રજિસ્ટ્રારને બેંકને બંધ કરવા અને લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ આપવા માટે કહેવામાં આવ્યું છે.

સમાચાર અનુસાર, લિક્વિડેશન હેઠળ, દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી માત્ર 5 લાખ રૂપિયા સુધીની તેમની થાપણો મેળવવા માટે હકદાર હશે. આરબીઆઈએ કહ્યું કે પૂર્વાંચલ કોઓપરેટિવ બેંકના ડેટા મુજબ, લગભગ 99.51 ટકા થાપણદારો તેમની સંપૂર્ણ થાપણો DICGC પાસેથી મેળવવા માટે હકદાર છે.

કેન્દ્રીય બેંકે કહ્યું કે સહકારી બેંક તેની વર્તમાન નાણાકીય સ્થિતિ સાથે તેના વર્તમાન થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ છે. આરબીઆઈએ કહ્યું કે બેંક પાસે પર્યાપ્ત મૂડી અને આવકની સંભાવના નથી. જો બેંકને બેંકિંગ વ્યવસાયને આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિત પર તેની વિપરીત અસર પડશે.

ભારતીય રિઝર્વ બેંક સમયાંતરે સહકારી બેંકોની સમીક્ષા કરતી રહે છે. આરબીઆઈ આ બેંકો સામે કોઈ મોટી ખામી જણાયા બાદ કાર્યવાહી કરે છે. આ પહેલા પણ કેટલીક બેંકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમના બેંક લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:3 વર્ષમાં 47% ભારતીયો સાથે થઈ છેતરપિંડી, સૌથી વધુ ક્રેડિટ કાર્ડ અને UPIમાં…

 આ પણ વાંચો:બિહાર-નેપાળ બોર્ડર પર હાંડીમાં માંસ વેચતા આઈડિયા આવ્યો, હવે સમગ્ર દેશમાં ફેલાયેલો છે બિઝનેસ

આ પણ વાંચો:કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, ‘આ’ કંપનીઓને થશે ફાયદો