Not Set/ RBIના ગવર્નર શક્તિકાંત દાસ પર ભાજપના આ ફાયરબ્રાંડ નેતાએ સાધ્યું નિશાન, કહ્યા, “ભ્રષ્ટાચારી”

નવી દિલ્હી, ઉર્જિત પટેલના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપ્યા બાદ શક્તિકાંત દાસને RBIના નવા ગવર્નર બનાવવામાં આવ્યા છે. જો કે હવે કેન્દ્રમાં સત્તાધારી ભાજપના જ નેતા એવા સુબ્રમણ્યમ સ્વામીએ તેઓ પર આરોપ લગાવ્યો છે. શનિવારે ભાજપના ફાયરબ્રાંડનેતાએ શક્તિકાંત દાસ પર નિશાન સાધતા કહ્યું, “ભારતીય રિઝર્વ બેન્કના નવા ગવર્નર ભ્રષ્ટાચારમાં શામેલ છે અને […]

India Trending
shaktikanta das s RBIના ગવર્નર શક્તિકાંત દાસ પર ભાજપના આ ફાયરબ્રાંડ નેતાએ સાધ્યું નિશાન, કહ્યા, "ભ્રષ્ટાચારી"

નવી દિલ્હી,

ઉર્જિત પટેલના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી રાજીનામું આપ્યા બાદ શક્તિકાંત દાસને RBIના નવા ગવર્નર બનાવવામાં આવ્યા છે. જો કે હવે કેન્દ્રમાં સત્તાધારી ભાજપના જ નેતા એવા સુબ્રમણ્યમ સ્વામીએ તેઓ પર આરોપ લગાવ્યો છે.

શનિવારે ભાજપના ફાયરબ્રાંડનેતાએ શક્તિકાંત દાસ પર નિશાન સાધતા કહ્યું, “ભારતીય રિઝર્વ બેન્કના નવા ગવર્નર ભ્રષ્ટાચારમાં શામેલ છે અને હાલમાં જ તેઓની કરવામાં આવેલી નિયુક્તિ પરેશાન કરનારી છે”.

Subramanian Swamy PTI 1 RBIના ગવર્નર શક્તિકાંત દાસ પર ભાજપના આ ફાયરબ્રાંડ નેતાએ સાધ્યું નિશાન, કહ્યા, "ભ્રષ્ટાચારી"
rbi-governor-shaktikanta-das-involved-corruption-alleges-subramanian-swamy

સુબ્રમણ્યમ સ્વામીએ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના સંવાદમાં કહ્યું, “RBIના નવા ગવર્નર ભ્રષ્ટ છે, અને હું એ જ તેઓને નાણા મંત્રાલયમાંથી હટાવ્યા હતા. હું શક્તિકાંત દાસને ભ્રષ્ટાચારી કહી રહ્યો છું. હું હેરાન છું કે, જે વ્યક્તિને ભ્રષ્ટાચારના કારણે હું એ જ નાણા મંત્રાલયમાંથી હટાવ્યા હતા જેઓને હવે ગવર્નર બનાવાયા છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની મોદી સરકાર અને RBIના ગવર્નર ઉર્જિત પટેલ વચ્ચે થયેલા મતભેદોને બાદ ઉર્જિત પટેલે અંગત કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.