Covid-19/ ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય

દેશમાં કોરોનાનાં કેસથી હાહાકાર મચ્યો છે.જેમા ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં રોજ કોરોનાનાં કેસ રોકોર્ડ તોડી રહ્યા છે. આ વચ્ચે દિલ્હીની હોસ્પિટલોમાં આઈસીયુ બેડ પણ ભરાઇ ગયા છે.

Top Stories India
123 12 ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય

દેશમાં કોરોનાનાં કેસથી હાહાકાર મચ્યો છે.જેમા ખાસ કરીને મહારાષ્ટ્ર અને દિલ્હીમાં રોજ કોરોનાનાં કેસ રોકોર્ડ તોડી રહ્યા છે. આ વચ્ચે દિલ્હીની હોસ્પિટલોમાં આઈસીયુ બેડ પણ ભરાઇ ગયા છે. બીજી તરફ, ઓક્સિજનની માંગની લઇને લોકોમાં ઘણા સવાલો થઇ રહ્યા છે. આ દરમિયાન દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે.

Covid-19 / અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધતા વેપારી સંગઠનોએ લીધો મોટો નિર્ણય

દિલ્હી સરકાર રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજન માટે સપ્લાય ચેઇન તૈયાર કરી રહી છે. ઇજેક્શન અને ઓક્સિજન માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. સરકારે આ માટે અનેક નોડલ અધિકારીઓની નિમણૂંક કરી છે. રાજધાનીની ઘણી હોસ્પિટલોમાં, આઇસીયુમાં બેડ્સ ખાલી નથી રહ્યા. દિલ્હી સરકારે તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમ્સને ફક્ત કોવિડ દર્દીઓ માટે 80 ટકા પથારી પોતાના અનામતમાં રાખવા જણાવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે સવારે 11 વાગ્યે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી છે કે, કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં 7000 બેડ્સ કોવિડ દર્દીઓ માટે અનામત રાખવા જોઈએ. એવી ઘણી હોસ્પિટલો છે જ્યાં એક પણ આઈસીયુ બેડ ખાલી નથી. દિલ્હી સરકારની એપમાં પણ બેડ્સ સંપૂર્ણ ફૂલ દેખાઈ રહ્યા છે.

Covid-19 / છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ અને મોતનાં આંકડાએ તોડ્યો રેકોર્ડ

બીજી તરફ, કોરોનાથી દિલ્હીની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, દિલ્હીની ચાંદની ચોક માર્કેટ એસોસિએશને કેટલીક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાવડી બજાર એસોસિએશને પણ પ્રતિષ્ઠાનોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. એસોસિએશનો 19, 20 અને 21 એપ્રિલનાં રોજ સંસ્થાઓ સંપૂર્ણ બંધ રાખશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં દરરોજ, કોરોના વાયરસનાં કેસ રોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. રવિવારે પણ કોરોના સંક્રમણે દિલ્હીમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસનાં સંક્રમણનાં 25,462 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ, કોરોના રોગચાળાએ રવિવારે રાજધાનીનાં 161 લોકોનાં જીવ લીધા હતા. આપને જણાવી દઈએ કે, એક દિવસમાં કોરોના વાયરસનાં ચેપથી મૃત્યુનાં મામલામાં દિલ્હીની આ બીજી સૌથી વધુ સંખ્યા છે.

Untitled 34 ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કેજરીવાલ સરકારનો મહત્વનો નિર્ણય