Not Set/ બેંકીગ સેવા/ RBI એ 2000 રૂપિયાની નોટને છાપવાનું કર્યુ બંધ, RTI માં થયો ખુલાસો

ભારતીય રિઝર્વ બેંકએ 2000 રૂપિયાની નોટોનું છાપવાનું બંધ કરી દીધું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એક પણ 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી. આરબીઆઈએ ‘ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ વતી નોંધાયેલી આરટીઆઈનાં જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. 2016 માં, નોટબંદી બાદ પહેલીવાર 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. કાળા નાણાંને કાબૂમાં લેવા અચાનક 500 અને […]

Business
rupee 3 બેંકીગ સેવા/ RBI એ 2000 રૂપિયાની નોટને છાપવાનું કર્યુ બંધ, RTI માં થયો ખુલાસો

ભારતીય રિઝર્વ બેંકએ 2000 રૂપિયાની નોટોનું છાપવાનું બંધ કરી દીધું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એક પણ 2000 રૂપિયાની નોટ છાપવામાં આવી નથી. આરબીઆઈએ ‘ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ’ વતી નોંધાયેલી આરટીઆઈનાં જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. 2016 માં, નોટબંદી બાદ પહેલીવાર 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. કાળા નાણાંને કાબૂમાં લેવા અચાનક 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કર્યા પછી 2000 રૂપિયાની નોટ ચલણમાં લાવવામાં આવી હતી. જોકે તેની ટીકા પણ થઈ હતી. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, આ ઉચ્ચ મૂલ્યની નોટ દ્વારા કાળા નાણાને ફરી એકવાર પ્રોત્સાહન આપવામાં આવશે. આ સિવાય 2000 રૂપિયાની નોટ છૂટા પૈસાની સમસ્યાને જન્મ આપે છે.

આરબીઆઈએ આરટીઆઈનાં જવાબમાં જણાવ્યું છે કે, નાણાંકીય વર્ષ 2016-17માં 2000 રૂપિયાની 354.29 કરોડની નોટો છાપવામાં આવી હતી, જ્યારે 2017-18માં 11.15 કરોડની નોટો છાપવામાં આવી હતી. 2018-19માં આ સંખ્યા ઘટીને 4.66 કરોડ થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એક પણ નોટ છાપવામાં આવી નથી. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન 2000 રૂપિયાની નોટોનાં ચલણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2018-19માં ચલણમાં 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં 7.2 કરોડનો ઘટાડો થયો હતો. પાછલા નાણાકીય વર્ષમાં, નવી 2000 ની કરન્સીની સંખ્યા 336 કરોડથી ઘટીને 329 કરોડ થઈ હોવાનુ સામે આવી રહ્યુ છે. વળી, નાણાકીય વર્ષ 2017-18માં 1546 કરોડની સરખામણીએ, વર્ષ 2018-19માં 500 રૂપિયાની નોટોની સંખ્યા વધીને 2151 કરોડ થઈ ગઈ છે.

ચલણની છેતરપિંડી કરનાર 200, 500 અને 2000 રૂપિયાની નવી નોટોની નકલ કરવાની રીતો શોધી રહ્યા છે. રિઝર્વ બેંકનાં ડેટા મુજબ, નકલ કરવાના કેસમાં તીવ્ર વધારો થયો છે. નવેમ્બર, 2016 માં સરકારે નોટબંધી બાદ આ જાહેર કર્યુ હતુ. નવી બનાવવામાં આવેલી 500 રૂપિયાની નોટો 2017 માં બહાર પાડવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2017-18ની તુલનામાં નકલ પાછલા નાણાકીય વર્ષમાં 121% વધી છે. વળી, 2000 રૂપિયાનાં ચલણનાં કિસ્સામાં, આ આંકડો 21.9% છે. 2017 માં સરકારે 200 રૂપિયાની નવી નોટો રજૂ કરી હતી. તેની 12,728 નકલી નોટો મળી આવી હતી, જ્યારે ગયા વર્ષે ફક્ત 79 જ ઝડપાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.