Retirement/ RCB નાં સૌથી વિસ્ફોટક બેટ્સમેને લીધો ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી સન્યાસનો નિર્ણય

દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે શુક્રવારે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 37 વર્ષીય ડી વિલિયર્સે ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી.

Top Stories Sports
એ બી ડિવિલિયર્સ

દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સે શુક્રવારે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. 37 વર્ષીય ડી વિલિયર્સે ટ્વિટર પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સાથે તેની 17 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો. એબી ડી વિલિયર્સે દક્ષિણ આફ્રિકા માટે 114 ટેસ્ટ, 228 વનડે અને 78 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. એબી ડી વિલિયર્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘તે એક શાનદાર સફર રહી, પરંતુ મેં ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.’

આ પણ વાંચો – Cricket / ન્યૂડીલેન્ડ વિરુદ્ધ મેચમાં સિક્યોરિટી જ્યારે માંગતી રહી બોલ, ફેન બોલ લઇને ભાગી ગયો, Video

દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ કેપ્ટન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનાં દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સ આવતા વર્ષે IPL માં જોવા મળશે નહીં. તેણે શુક્રવાર (19 નવેમ્બર)નાં રોજ ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અગાઉ ડી વિલિયર્સે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે વિરાટ કોહલી અને ડી વિલિયર્સની જોડી IPLમાં જોવા નહીં મળે. ડી વિલિયર્સે આ સમયગાળા દરમિયાન ભારતમાં રમવાનો અનુભવ યાદ કર્યો અને કહ્યું કે તે હવે અડધો ભારતીય છે. પોતાની શાનદાર રમતથી દર્શકોનું મનોરંજન કરનાર ડી વિલિયર્સ IPL નાં દિગ્ગજોમાં સામેલ છે. જોકે તેનું ચેમ્પિયન બનવાનું સપનું પૂરું થઈ શક્યું ન હોતું. તેઓ 2011 અને 2016માં ફાઈનલ સુધી પહોંચ્યા હતા, પરંતુ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ પછી સનરાઈઝર્સ હૈદરાબાદે RCBની ટીમને હરાવી હતી.

Instagram will load in the frontend.

આ અંગે ડિવિલિયર્સે કહ્યું, આ એક અવિશ્વસનીય સફર રહી, પરંતુ મેં તમામ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. જ્યારથી મેં મારા મોટા ભાઈઓનાં ઘરની પાછળનાં યાર્ડમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે ત્યારથી હું આ રમત પૂરા આનંદ અને ઉત્સાહથી રમી રહ્યો છું. હવે 37 વર્ષની ઉંમરે, તે જ્યોત હવે એટલી ઝડપથી બળતી નથી. આ વાસ્તવિકતા છે જે મારે સ્વીકારવી જ પડશે. ભલે તે અચાનક લાગે. હું આજે આની જાહેરાત કરી રહ્યો છું. મારી પાસે મારો સમય છે ક્રિકેટ મારા માટે અપવાદરૂપે દયાળુ રહ્યું છે. હું દરેક ટીમનાં સાથી, દરેક પ્રતિસ્પર્ધી, દરેક કોચ, દરેક ફિઝિયો અને દરેક સ્ટાફ મેમ્બરનો આભાર માનવા માંગુ છું કે જેમણે મારી સાથે સમાન માર્ગ પર મુસાફરી કરી અને મને દક્ષિણ આફ્રિકા, ભારતમાં અને જ્યાં પણ હું રમ્યો ત્યાં મને મદદ કરી. પ્રાપ્ત સમર્થન બદલ આભાર.

આ પણ વાંચો –  Cricket / પોન્ટિંગનો મોટો ખુલાસો, દ્રવિડ પહેલા મને મળ્યો હતો ટીમ ઈન્ડિયાનાં કોચ બનવાની ઓફર

ડી વિલિયર્સનો IPL રેકોર્ડઃ

મેચ: 184
ઇનિંગ્સ : 170
રન: 5162
એવરેજ: 39.71
સ્ટ્રાઈક રેટ: 151.69
સદી: 3
ફિફ્ટી: 40
ચોક્કા: 413
છક્કા: 251
સૌથી વધુ સ્કોર: 133.

અંતે, હું જાણું છું કે મારા માતા-પિતા, મારા ભાઈ, મારી પત્ની ડેનિયલ અને મારા બાળકોનાં બલિદાન વિના કંઈપણ શક્ય ન હોતુ. હું મારા જીવનનાં આગલા પ્રકરણની રાહ જોઉં છું જ્યારે હું ખરેખર તેમને પ્રથમ સ્થાને મેળવી શકીશ. ઉલ્લેખનીય છે કે, એબી ડી વિલિયર્સને સૌપ્રથમ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) દ્વારા તેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારે તેને 12,048,000 રૂપિયા પગાર મળતો હતો. ત્યારબાદ તે 2011માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયો હતો. તે સમયે તેનો પગાર 50,600,000 રૂપિયા હતો. 2021માં ડી વિલિયર્સની સેલેરી 110,000,000 રૂપિયા હતી. ડી વિલિયર્સે IPLમાં કોહલી સાથે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. બન્નેની મિત્રતા લોકોને આજે પણ ખૂબ જ ગમે છે.