Not Set/ જમ્મુ-કાશ્મીરમાં સીધા પાટે પાછુ ફર્યુ જનજીવન, આજે ખુલશે 190 સ્કૂલો

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ને હટાવ્યા બાદ રાજ્યમાં લાદવામાં આવેલ પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. લગભગ 14 દિવસ પછી, શ્રીનગરમાં આજે 190 પ્રાથમિક શાળાઓ ખુલી જશે. છેલ્લા ઘણા દિવસોથી, ઘરોમાં કેદ કરાયેલા બાળકો ફરી એકવાર શાળાઓની રોનક વધારતા જોવા મળશે અને શાળાઓમાં ફરીથી રજાની ઘંટડી સંભળાશે. મોબાઇલ ઇન્ટરનેટ, શાળા અને અન્ય પ્રતિબંધોને હવે […]

India
jand k જમ્મુ-કાશ્મીરમાં સીધા પાટે પાછુ ફર્યુ જનજીવન, આજે ખુલશે 190 સ્કૂલો

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 ને હટાવ્યા બાદ રાજ્યમાં લાદવામાં આવેલ પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે. લગભગ 14 દિવસ પછી, શ્રીનગરમાં આજે 190 પ્રાથમિક શાળાઓ ખુલી જશે. છેલ્લા ઘણા દિવસોથી, ઘરોમાં કેદ કરાયેલા બાળકો ફરી એકવાર શાળાઓની રોનક વધારતા જોવા મળશે અને શાળાઓમાં ફરીથી રજાની ઘંટડી સંભળાશે. મોબાઇલ ઇન્ટરનેટ, શાળા અને અન્ય પ્રતિબંધોને હવે મુક્તિ આપવામાં આવી રહી છે. જોકે, સીનિયર વર્ગોની શાળાઓને હજી ખોલવાનો આદેશ આપવામાં આવ્યો નથી. વળી કોઈપણ અરાજકતાને પહોંચી વળવા 24 કલાકની ચર્ચા સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

1565413699 school children students GettyImages જમ્મુ-કાશ્મીરમાં સીધા પાટે પાછુ ફર્યુ જનજીવન, આજે ખુલશે 190 સ્કૂલો

સુરક્ષાની દ્રષ્ટિએ, ઘાટીનાં 5 જિલ્લામાં, 2G ઇંટરનેટ સેવા ચાલુ કર્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને. જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય સચિવ રોહિત કંસલે રવિવારે માહિતી આપી છે કે, હાલમાં માત્ર શ્રીનગરની 190 પ્રાથમિક શાળાઓ ફરી શરૂ કરવામાં આવી છે. શ્રીનગરમાં જે વિસ્તારોમાં શાળાઓ ખોલવામાં આવશે તેમાં લાસજાન, સાંગરી, પંથચૌક, રાજબાગ, જવાહર નગર, નૌગામ, ગગરીબાલ, ધારા, થીડ, બાટમાલૂ અને શાલ્ટેંગનો સમાવેશ થાય છે.

j and k જમ્મુ-કાશ્મીરમાં સીધા પાટે પાછુ ફર્યુ જનજીવન, આજે ખુલશે 190 સ્કૂલો

મુખ્ય સચિવ કંસલે વધુમાં જણાવ્યું હતું કે, આર્ટિકલ 370 ને હટાવવાની સાથે સાથે, જેટલા પણ દિવસો શાળાઓ બંધ રહેલ તમામ દિવસોને ધ્યાનમાં લઇ આ મહિનાનાં અંતે વધારાનાં વર્ગો લેવામાં આવશે. રાજ્યમાં એકવાર સ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ અન્ય જિલ્લાઓની શાળાઓ પણ ખોલવામાં આવશે.

કેન્દ્ર સરકારે 5 ઓગષ્ટનાં રોજ જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35-A ને દૂર કરીને લદ્દાખને રાજ્યથી અલગ કરી દીધુ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, ખીણમાં વધારાનાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા અને ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.