UGC/ શિક્ષણ ક્ષેત્રમાં મોટા ફેરફાર : એક સાથે બે કોર્સ કેવી રીતે થઈ શકે વાંચો

વિદ્યાર્થી પાસે મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટની સુવિધા હશે. વિદ્યાર્થીએ કોઈ કારણોસર અભ્યાસ છોડે તો અનુકુળતાએ ક્રેડિટનો ઉપયોગ કરી શકે.

Top Stories Education
વિદ્યાર્થી

જ્યારે કોઈ વિદ્યાર્થીને એક સાથે બે બાબતો શીખવી હોય કે એક જ સમયે બે વિષયનું જ્ઞાન મેળવવું હોય અત્યાર સુધી શક્ય બની શકતું નહિ પરંતુ હવેથી એક જ વિદ્યાર્થી એક જ સમયે એકથી વધુ વિષયનું જ્ઞાન મેળવી શકશે. દેશમાં હવે બે ડિગ્રી કોર્સ એકસાથે કરી શકાશે અને તે બંને માન્ય ગણાશે. વિદ્યાર્થીઓને આ સુવિધા આપવા માટે યુજીસી રેગ્યુલેશન બનાવી રહ્યું છે.

યુજીસી એક એવી નીતિ લાવવાની તૈયારી કરે છે જેથી નવી નીતિથી શિક્ષણ ક્ષેત્રે ધરખમ ફેરફારો આવશે. એક સાથે બે કોર્સ કરવા બાબતે યુજીસીના ચેરમેન એમ.જગદેશકુમારે જણાવ્યું હતું કે,‘ વિદ્યાર્થીઓ બંને કોર્સ એક જ યુનિવર્સિટીમાંથી કરવા ઈચ્છે કે જુદી જુદી યુનિવર્સિટીમાંથી, તે બંને હવે શક્ય છે. ઉપરાંત વિર્ધાર્થીઓ ઈચ્છે તો એક કોર્સ દેશની કોઈ પણ યુનિવર્સિટીમાંથી અને બીજો કોર્સ વિદેશની યુનિવર્સિટીમાંથી પણ કરી શકશે. યુનિવર્સિટીઓ આ સત્રથી જ નવી વ્યવસ્થા લાગુ કરી શકશે. દેશમાં ટોપ 100 કોલેજો ઉપરાંત યુજીસીની મંજૂરી વગર દરેક વિષયના ઓનલાઈન કોર્સ શરૂ કરી શકાશે. દેશમાં 900 કોલેજો જુદા જુદા વિષયોમાં ટોપ 100માં સામેલ છે. આ માટે યુજીસીએ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિગ પ્રોગ્રામ અને ઓનલાઈન કોર્સના રેગ્યુલેશાનામાં ફેરફાર કર્યા છે.

યુજીસીની એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ(એબીસી) સ્કીમમાં હવે દેશની તમામ યુનિવર્સિટીને જોડી શકાશે.નોંધનીય છે કે હાલમાં તમામ સેન્ટ્રલ યુનિવર્સિટી ઉપરાંત કેટલીક સ્ટેટ, પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ આ સ્કીમમાં જોડાઈ ચુકી છે. એબીસી એક પ્રકારનું ડિજીટલ સ્ટોર હાઉસ છે. જ્યાં વિદ્યાર્થીઓના એકેડમિક રેકોર્ડ હોય છે. જ્યાં વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડ હોય છે. વિદ્યાર્થીના કલાસવર્ક અને ટ્યુટોરિયલ્સમાં આધારે તેમની એકેડેમિક ક્રેડિટ અહીં જમા થાય છે. આ રેકોર્ડ સાત વર્ષ સુધી રહે છે. આ ઉપરાંત વિદ્યાર્થી પાસે મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટની સુવિધા હશે. એટલેકે વિદ્યાર્થીએ કોઈ કારણોસર અભ્યાસ છોડવો છે, તો તે બ્રેક લઈ શકે છે અન અનુકુળતાએ ફરીથી તેની ક્રેડિટનો ઉપયોગ કરી શકે છે.’ એમ. જગદેશકુમારે વધુ જણાવતા કહ્યું હતું કે, ‘એક સાથે બે કોર્સ કરવા બાબતે યુજીસીએ તમામ રાજ્યોના શિક્ષણમંત્રીઓ અને રાજ્યપાલને પત્ર મોકલીને તેમાં સામેલ થવાનો આગ્રહ કર્યો છે. આ સ્કીમ ગત વર્ષે જુલાઈ માસમાં લોન્ચ થઇ હતી.’

આ પણ વાંચો : લીંબુના ભાવની ખટાશ પર ‘લોકહાસ્ય’ હસવાની નહીં ચિંતાની બાબત