રાજકીય/ વાંચો, કઈ કઈ તારીખે યોજશે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ નગર પાલિકા અને પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નામો નક્કી થશે

Ahmedabad Gujarat
bord bethak વાંચો, કઈ કઈ તારીખે યોજશે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક

સ્થાનિક સ્વરાજની ચૂટણી પુર્ણા થતાં નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે આગામી તા.11 મી માર્ચના રોજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં સૌરાસ્ટ્ર જોનણી પંચાયત અને નગર પાલિકાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આગામી તારીખા 11 માર્ચના રોજ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે.  જેમાં સૌરાસ્ટ્ર જોનનીં નગર પાલિકા અને જિલ્લા પંચાયતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવનાર છે.  જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નામો નક્કી કરવામાં આવનાર છે. જે નામ નક્કી થયા બાદ તારીખ 13 અને 15 ના રોજ ફરી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર છે. જે બેઠકમાં અન્ય જોન અને નગરપાલિકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોના નામની ચર્ચા કરી પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અનેક નામો પર મોહર મારવામાં આવશે.