Not Set/ મોબાઈલ લોન્ચ / Realme X2 Pro દમદાર ફીચર્સ સાથે થયો લોન્ચ, જાણો વેરિઅન્ટ અને કિંમત વિશે

સ્માર્ટફોન બનાવતી કંપની Realme એ ચીનમાં Realme X2 Pro લોન્ચ કર્યું છે. Realme બ્રાન્ડનો આ નવીનતમ સ્માર્ટફોન Redmi K20 Pro અને OnePlus 7T સાથે સીધી માર્કેટમાં સ્પર્ધા કરશે. Realme X2 Pro માં કંપનીએ ક્વાલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. કંપનીએ આ ફોનને ત્રણ વેરિયન્ટમાં રજૂ કર્યો છે. તેનું પ્રથમ વેરિઅન્ટ 6 GB RAM અને […]

Tech & Auto
realme x2 pro મોબાઈલ લોન્ચ / Realme X2 Pro દમદાર ફીચર્સ સાથે થયો લોન્ચ, જાણો વેરિઅન્ટ અને કિંમત વિશે

સ્માર્ટફોન બનાવતી કંપની Realme એ ચીનમાં Realme X2 Pro લોન્ચ કર્યું છે. Realme બ્રાન્ડનો આ નવીનતમ સ્માર્ટફોન Redmi K20 Pro અને OnePlus 7T સાથે સીધી માર્કેટમાં સ્પર્ધા કરશે. Realme X2 Pro માં કંપનીએ ક્વાલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે.

કંપનીએ આ ફોનને ત્રણ વેરિયન્ટમાં રજૂ કર્યો છે. તેનું પ્રથમ વેરિઅન્ટ 6 GB RAM અને 64 GB સ્ટોરેજમાં છે, તેની કિંમત 2599 ચાઇનીઝ યુઆન એટલે કે આશરે 26,100 રૂપિયા છે. તેનું બીજુ વેરિઅન્ટ 8 GB RAM અને 128 GB સ્ટોરેજમાં છે, તેની કિંમત 2799 ચાઇનીઝ યુઆન એટલે કે આશરે 28,100 રૂપિયા છે. તેનું હાઇ વેરિઅન્ટ 12 GB RAM અને 256 GB સ્ટોરેજમાં છે, જેની કિંમત 32,200 રૂપિયા છે.

આ સ્માર્ટફોનમાં 6.5 ઇંચની વોટરડ્રોપ નોચ FHD સુપર અમોલેડ ડિસ્પ્લે છે. તેની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ફોન 2.9 ગીગાહર્ટ્ઝ સ્નેપડ્રેગન 855 પ્લસ પ્રોસેસર પર કામ કરે છે. ફોનનાં પાવર બેકઅપ માટે 4000 MAHની બેટરી આપવામાં આવી છે. તે 50W Super VOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોનમાં કેમેરા ફીચર્સ વિશે વાત કરવામાં આવે તો તેમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવેલ છે. તેના પ્રાઇમરી કેમેરામાં 64 મેગાપિક્સલ આપવામાં આવ્યા છે. સેકન્ડરી કેમેરામાં 13 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો સુપર વાઇડ-એંગલ લેન્સ અને ચોથું મેક્રો લેન્સ આપવામાં આવેલ છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.