Technology/ ગૂગલ પ્લેસ્ટોરમાં હવે તમને પ્રાઈવસી માટે મળશે નવું સેફ્ટી સેક્શન

એન્ડ્રોઇડ ફોનમાં એપ ડાઉનલોડ કરવા માટે ગૂગલના પ્લેસ્ટોરને ખૂબ વિશ્વસનીય માનવામાં આવે છે પણ આપણે તેમાથી જે પણ એપ ડાઉનલોડ કરીએ છે તેમાં આપણને ખબર નથી પડતી કે કઈ એપ આપણો ડેટા કેવી રીતે વાપરે છે, ગૂગલ હવે પ્લેસ્ટોરમાં એક નવું સેફટી સેક્શન  લાવવાનું છે જેનાથી આપણને ખબર પડી જશે કે કઈ એપ આપણો કયો […]

Tech & Auto
Untitled 100 ગૂગલ પ્લેસ્ટોરમાં હવે તમને પ્રાઈવસી માટે મળશે નવું સેફ્ટી સેક્શન

એન્ડ્રોઇડ ફોનમાં એપ ડાઉનલોડ કરવા માટે ગૂગલના પ્લેસ્ટોરને ખૂબ વિશ્વસનીય માનવામાં આવે છે પણ આપણે તેમાથી જે પણ એપ ડાઉનલોડ કરીએ છે તેમાં આપણને ખબર નથી પડતી કે કઈ એપ આપણો ડેટા કેવી રીતે વાપરે છે,

ગૂગલ હવે પ્લેસ્ટોરમાં એક નવું સેફટી સેક્શન  લાવવાનું છે જેનાથી આપણને ખબર પડી જશે કે કઈ એપ આપણો કયો ડેટા લે છે અને તેને કેવી રીતે વાપરે છે.

ગૂગલએ આ ફીચર વિશે તેના બ્લોગ પોસ્ટ દ્વારા જણાવ્યુ છે. પ્લેસ્ટોર પર અબજો લોકો દરરોજ એપ ડાઉનલોડ કરતાં હોય છે, તેમને ખબર હોવી જોઈએ કે કઈ એપ તેમનો ડેટા કેવી રીતે વાપરે છે.

ડેવલોપર પણ સહમત છે કે યુઝરને પોતાના ડેટા પર કંટ્રોલ હોવો જોઈએ અને જો તેમને ખબર હોય કે કઈ એપ તેમનો કયો ડેટા લઈ રહી છે અને તેને કેવી રીતે વાપરી રહી છે તો યુઝર તે એપને વધારે સારી રીતે વાપરી શકે છે.

સેફટી સેક્શનમાં શું જોવા મળશે?

ગૂગલ તેના ડેવલોપર પાસે આવી અમુક માહિતી માંગશે જેમ કે..

કેવા પ્રકારનો ડેટા લેવામાં આવશે અને તે સ્ટોર કરવામાં આવશે જેમ કે ચોક્કસ લોકેશન, વ્યક્તિગત જાણકારી, ફોટો, ઓડિઓ ફાઇલ્સ અથવા વિડિયો ફાઇલ્સ જેવી વગેરે હોય છે. તે ડેટાને કેવી રીતે વાપરવામાં આવશે એ પણ જાણકારી જોવા મળી શકે છે.

આ નિયમ ગૂગલની પોતાની એપ પર પણ લાગુ પડશે, જે પણ જાણકારી હશે તેનો જવાબદાર ડેવલોપર હશે અને ગૂગલ તેના માટે નવા નિયમ પણ બનાવશે જેથી ડેવલોપર ચોક્કસ જાણકારી આપે અને જેથી યુઝર અને એપ વચ્ચે વધારે પારદર્શિતા રહી શકે.

ક્વાર્ટર 2 2021માં તેની પૂર્વઘોષણા કરવામાં આવી છે અને 2021ના ક્વાર્ટર 3માં તેની પોલિસી ઉપલબ્ધ થશે, ક્વાર્ટર 4 2021માં ડેવલોપર ગૂગલ સર્ચ કન્સોલમાં એપની માહિતી જાહેર કરશે,

2022ના ક્વાર્ટર 1માં યુઝર ગૂગલ પ્લેસ્ટોરમાં આ નવું સેક્શન જોઈ શકશે અને 2022 ક્વાર્ટર 2 તે છેલ્લી ડેડલાઇન હશે જેમાં નવા એપ અને જૂના એપને માહિતી જાહેર કરવી પડશે.