Not Set/ ગરમીમાં બનાવો આ રીતે મેન્ગો રસગુલ્લા

સામગ્રી 500 ગ્રામ દૂધ 1 કપ ખાંડ 2 ચમચી સૂજી 1 ચમચી ખાટું દહીં 4 કપ પાણી 2 ચમચી કેરી પલ્પ 2 ચમચી લીંબુનો રસ બનાવવાની રીત સૌથી પહેલા કેરીનો પલ્પ અને દૂધને એક સાથે ઉકાળીને તેની પ્યુરી બનાવી લો. ત્યારબાદ તેમાં દહીં અને લીંબુનો રસ તેમાં મિક્સ કરીને તેને હલાવતા રહવું. પકવતા પકવતા તે […]

Uncategorized
Untitled 2 ગરમીમાં બનાવો આ રીતે મેન્ગો રસગુલ્લા

સામગ્રી

500 ગ્રામ દૂધ

1 કપ ખાંડ

2 ચમચી સૂજી

1 ચમચી ખાટું દહીં

4 કપ પાણી

2 ચમચી કેરી પલ્પ

2 ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત

સૌથી પહેલા કેરીનો પલ્પ અને દૂધને એક સાથે ઉકાળીને તેની પ્યુરી બનાવી લો. ત્યારબાદ તેમાં દહીં અને લીંબુનો રસ તેમાં મિક્સ કરીને તેને હલાવતા રહવું. પકવતા પકવતા તે ઘટ બની જશે. ત્યાર પછી તેને ઠંડું થવા માટે મૂકી દો. ઠંડું થયા પછી તેને ગરણીથી ગાળીને તેમાં રહેલું પાણીને અલગ કરી લો અને ઘટ થયેલાને એક કપડામાં લઈને તેના પણ વજન વળી વસ્તુ મૂકી લો. પાણી,ખાંડ અને કેરીનો પલ્પથી ચાસણી તૈયાર કરો.

Image result for mango rasgulla

હવે ઘટ થયેલામાંથી પાણી દુર થઇ ગયું હશે. તેનાથી હવે નાની-નાની લોઇ બનાવી લો. પછી તેને હાથેથી દબાવી લો અને તેમાં કેરીનો એક ટુકડો મુકીને ફરીથી લોઈ બનાવી લો. આ રીતે બધા લોઈ તૈયાર કરી લો અને પછી તેને ચાસણીમાં નાખીને ધીમી આંચે 15 મિનિટ સુધી થવા દો. હવે તમારા રસગુલ્લા ફૂલાવવા લાગશે. હવે તેને ચાસણી માંથી બહાર નીકળી લો અને ઉપરથી થોડીક ચાસણી નાખી લો. તૈયાર છે રસગુલ્લા.