Not Set/ રેસીપી: હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ જવ અને મગની દાળની ખીચડી

સામગ્રી 1/૨ કપ જવ (30 મિનિટ પલાળીને નિતારી લીધેલા) 1 કપ પીળી મગની દાળ 2 ટીસ્પૂન જેતૂનનું તેલ 1/2 ટેબલસ્પૂન જીરૂં 1/4 ટીસ્પૂન હીંગ 1/4 ટેબલસ્પૂન હળદર 1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું (સ્વાદાનુસાર) પીરસવા માટે લો ફૅટ દહીં બનાવાની રીત એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી લો પછી તેમાં જીરૂં નાખો. જ્યારે દાણા તતડવા લાગે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી […]

Uncategorized
vfv રેસીપી: હવે ઘરે બનાવો સ્વાદિષ્ટ જવ અને મગની દાળની ખીચડી

સામગ્રી

1/૨ કપ જવ (30 મિનિટ પલાળીને નિતારી લીધેલા)
1 કપ પીળી મગની દાળ
2 ટીસ્પૂન જેતૂનનું તેલ
1/2 ટેબલસ્પૂન જીરૂં
1/4 ટીસ્પૂન હીંગ
1/4 ટેબલસ્પૂન હળદર
1 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
મીઠું (સ્વાદાનુસાર)

પીરસવા માટે
લો ફૅટ દહીં

બનાવાની રીત

એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી લો પછી તેમાં જીરૂં નાખો. જ્યારે દાણા તતડવા લાગે, ત્યારે તેમાં હીંગ અને હળદર મેળવી 10 સેકંડ સુધી મધ્ય તાપ પર સાંતળી લો.

તેમાં લીલા મરચાં મેળવીને મધ્યમ તાપ પર થોડીવાર માટે સાંતળી લો. તેમાં જવ, પીળી મગની દાળ, મીઠું અને 4 કપ પાણી મેળવીને મિક્સ કરી લો અને પ્રેશર કુકરની 2 સીટી સુધી રાંધી લો.

પ્રેશર કુકરનું ઢાંકણું ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. લો ફૅટ દહીં સાથે તરત જ પીરસો.