Not Set/ રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો ગુજરાતી ગોળપાપડી

સામગ્રી 1 કપ ઘઉંનો લોટ 1 ટીસ્પૂન ખસખસ 5 ટેબલસ્પૂન ઘી 3/4 કપ ખમણેલો ગોળ 1/4 ટીસ્પૂન એલચી પાવડર 1 ટીસ્પૂન શેકેલું ડેસિકેટેડ નાળિયેર સજાવવા માટે થોડી બદામની કાતરી થોડી પીસ્તાની કાતરી બનવવાની રીત  એક 150 મી. મી. (6)ની ગોળાકાર થાળીમાં થોડું ઘી ચોપડી ઉપર ખસખસ પાથરી લો.એક નોન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 8 રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો ગુજરાતી ગોળપાપડી

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ

1 ટીસ્પૂન ખસખસ

5 ટેબલસ્પૂન ઘી

3/4 કપ ખમણેલો ગોળ

1/4 ટીસ્પૂન એલચી પાવડર

1 ટીસ્પૂન શેકેલું ડેસિકેટેડ નાળિયેર

સજાવવા માટે

થોડી બદામની કાતરી

થોડી પીસ્તાની કાતરી

બનવવાની રીત 

એક 150 મી. મી. (6)ની ગોળાકાર થાળીમાં થોડું ઘી ચોપડી ઉપર ખસખસ પાથરી લો.એક નોન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ મેળવી ધીમા તાપ પર 15 થી 17 મિનિટ સુધી અથવા લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહી સાંતળી લો.

તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ગોળ, એલચી પાવડર અને નાળિયેર મેળવી સારી રીતે મિક્સ કરી લો.જ્યારે ગોળ સંપૂર્ણ ઓગળી જાય અને મિશ્રણ હજી ગરમ હોય ત્યારે તેને ખસખસથી ચોપડેલી થાળીમાં નાંખીને, કટોરી અથવા તવેથા વડે દબાવીને સારી રીતે પાથરી લો.

આ મિશ્રણ હજી થોડું ગરમ હોય ત્યારે તેના ચતુષ્કોણ આકારનાં ટુકડા બને તે રીતે કાપી ઉપર બદામ અને પીસ્તાની કાતરી પાથરીને સજાવી લો.થોડા સમય પછી ટુકડા છુટા પાડી હવાબંધ બરણીમાં ભરી લો.હાથવગી સલાહ: ગોળનું મિશ્રણ જો વધું કઠણ બને તો તમે તેમાં 1 ટેબલસ્પૂન દૂધ મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.