Not Set/ રેસીપી: લેમન ગ્રાસ આઇસ ટી

સામગ્રી 1/4 કપ સમારેલી લીલી ચહાની પત્તીઓ 1/4 કપ સાકર 2 ટેબલસ્પૂન ચહા પાવડર 4 લીંબુની સ્લાઇસ 8 બરફના ટુકડા બનાવાની રીત એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં 2 કપ પાણી સાથે સાકર, લીલી ચહાની પત્તીઓ અને ચહા પાવડર મેળવીને  સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 6 મિનિટ સુધી  ઉકાળી લો અને તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળવું. તે પછી તેને એક […]

Uncategorized
papa રેસીપી: લેમન ગ્રાસ આઇસ ટી

સામગ્રી

1/4 કપ સમારેલી લીલી ચહાની પત્તીઓ
1/4 કપ સાકર
2 ટેબલસ્પૂન ચહા પાવડર
4 લીંબુની સ્લાઇસ
8 બરફના ટુકડા

બનાવાની રીત

એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં 2 કપ પાણી સાથે સાકર, લીલી ચહાની પત્તીઓ અને ચહા પાવડર મેળવીને  સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 6 મિનિટ સુધી  ઉકાળી લો અને તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળવું.

તે પછી તેને એક ઊંડા બાઉલમાં ગરણીથી ગાળીને પૂરી રીતે ઠંડી થવા દો.પીરસતા પહેલા, દરેક ગ્લાસમાં 4 બરફના ટુકડા અને 2 લીંબુની સ્લાઇસ મૂકી ઉપર લીલી ચહા પત્તીનું મિશ્રણ રેડી સરખી રીતે હળવું અને પછી તેને તરત જ પીરસો.