Not Set/ રેસીપી/ સવાર સાંજ નાસ્ટામાં બનાવો હેલ્ધી અને ચટાકેદાર કોર્ન પાલક ટીક્કી

સામગ્રી  ૨૦૦ ગ્રામ મકાઈના દાણા ૨-૩ કપ દૂધ ૨ ટે. સ્પુન લીંબુનો રસ ૧ કપ બાફેલા બટેકા ૮૦૦ ગ્રામ પાલક ૧ ટે. સ્પુન લાલ મરચું પનીરના ટુકડા જરૂર મુજબ ૧ ટે. સ્પુન ગરમ મસાલો ૧ ટે. સ્પુન સંચળ પાઉડર ૧ ટે સ્પુન. જીરું પાઉડર ૧ ટે સ્પુન સમારેલું આદુ મીઠું સ્વાદ અનુસાર ૨ નંગ સમારેલા […]

Uncategorized
Untitled 97 રેસીપી/ સવાર સાંજ નાસ્ટામાં બનાવો હેલ્ધી અને ચટાકેદાર કોર્ન પાલક ટીક્કી

સામગ્રી 

૨૦૦ ગ્રામ મકાઈના દાણા

૨-૩ કપ દૂધ

૨ ટે. સ્પુન લીંબુનો રસ

૧ કપ બાફેલા બટેકા

૮૦૦ ગ્રામ પાલક

૧ ટે. સ્પુન લાલ મરચું

પનીરના ટુકડા જરૂર મુજબ

૧ ટે. સ્પુન ગરમ મસાલો

૧ ટે. સ્પુન સંચળ પાઉડર

૧ ટે સ્પુન. જીરું પાઉડર

૧ ટે સ્પુન સમારેલું આદુ

મીઠું સ્વાદ અનુસાર

૨ નંગ સમારેલા લીલા મરચા

અડધો કપ સમારેલી કોથમીર

૧ ટે. સ્પુન મેંદો

ઘી તળવા માટે

 બનવવાની રીત

સૌ પ્રથમ પાલકને બાફીને જીણી સમારી લો. ત્યારબાદ મકાઈના  દાણા દૂધમાં નરમ મ થઇ જાય ત્યાં સુધી ગરમ થવા દો. આ મિશ્રણને પીસીને એક બાજુ મૂકી દો. હવે પીસેલા આ મકાઈના દાણામાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા બટેકા, પનીર અને પાલકને મિક્ષ કરી લો.

હવે તેમાં કોથમીર, આદુ , મીઠું અને મકાઈનો લોટ નાખો. ટીક્કી બની શકે તેવી પેસ્ટ તૈયાર કરો. હવે ગોળાકાર આકાર આપીને આ ટીક્કીને ઘીમાં તળી લો. તો તૈયાર છે કોર્ન પાલક ટીક્કી.

ગરમાગરમ આ  ટીક્કીને ટામેટાના સોસ કે કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.