રજાની મજા/ દિવાળી વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

દિવાળીના વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા આવ્યા હતા

Top Stories Gujarat
3 2 1 દિવાળી વેકેશનમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

દિવાળીના વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા આવ્યા હતા. વેકેશનની મજા માણવા  70 હજાર કરતા વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ આવતા એસઓયુમાં  મેળા જેવો માહોલા જામ્યો હતો.

દિવાળી એટલે  મિનિ વેકેશન જેમાં લોકો એક દિવસ, બે દિવસ કે પછી ત્રણ-ચાર દિવસના નાના પ્રવાસનું આપોયન કરે છે. ગુજરાતનાં મોટા ભાગના ફરવા લાયક સ્થળો પર લોકોની ભીડ હોય છે, તેવામાં ગુજરાતનું નવું વિકસી રહેલું પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પ્રવાસીઓ હજારોની સંખ્યામાં કેવડીયા આવી રહ્યા છે. સુત્રો દ્ધારા મળતી માહિતી અનુસાર એક સમય એવો આવ્યો કે પાર્કિંગમાં વાહન પાર્ક કરવાની પણ જગ્યા ન હતી.

ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓને બસોની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લઈ જવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ગેલેરીની ટીકીટ એડવાન્સ બુકિંગ થઇ ગઇ છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં જવા માટે પણ લોકો ઓફલાઈન ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં લાઈનમાં ઊભા જોવા મળ્યા હતા.

એક અંદાજ મુજબ બે દિવસમાં 70 હજાર કરતાં પણ વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ઉમટી પડ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અન્ય સ્થળો જેવા કે જંગલ સફારી તેમજ અન્ય સ્થળો પણ જોવા માટે પ્રવાસીઓ હજારોની સંખ્યામાં આવ્યા હતા.