Gandhinagar News/ ‘રાજ્યમાં વર્ગ-2ની 1921 અને સ્ટાફનર્સ વર્ગ-3 ની 1903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે’, ઋષિકેશ પટેલ

આરોગ્યમંત્રીએ જણાવ્યું કે, તાપી જિલ્લામાં વર્ગ-1 માં 54.68 ટકા અને વર્ગ-2 માં 85.50 ટકા તેમજ વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 ટકા જગ્યાઓ ભરાયેલી…

Gujarat Gandhinagar

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં તાપી અને વલસાડ જિલ્લાના આરોગ્યકેન્દ્રોમાં મંજૂર મહેકમની સામે ભરાયેલ અને ખાલી મહેકમ સંદર્ભેના પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં વર્ગ-1 માં કુલ 54.68 % અને વર્ગ-2 માં 85.50 % અને વર્ગ 3 અને 4 માં 76.04 % તેવી જ રીતે વલસાડ જિલ્લામાં વર્ગ-1 માં 42.5 અને વર્ગ-2 માં 93.02 % અને વર્ગ-3 અને 4 માં 49.36 % મહેકમ ભરાયેલ છે.

તાપી જિલ્લાની સ્થિતિ

તાપી જિલ્લામાં ખાલી મહેકમ ભરવા હાથ ધરાયેલ પ્રયાસો સંદર્ભે મંત્રીએ ઉમેર્યુ કે, છેલ્લા 2 વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-16, પી.જી. બોન્ડેડ-13 અને 11 માસ કરાર આધારિત-29 મળી કુલ 58ને નિમણુંક અપાઇ છે. તાપીના 38 પ્રા.આ.કે. માં  68 માંથી 62 M.O ની જગ્યાઓ ભરેલ છે. તાપી જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તજજ્ઞ વર્ગ-1 માં 12 માંથી 4 ભરેલી છે. ખાલી જગ્યાઓ પર નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે.

તદ્ઉપરાંત સી.એમ. સેતુ અંતર્ગત પણ તજજ્ઞ તબીબોની સેવા લેવામાં આવે છે. એમ.ઓ. વર્ગ – 2 ની તમામ 24 જગ્યાઓ ભરેલ છે. તાપીની જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-1ની 45 માંથી 31 તેમજ વર્ગ-2 માં 30 માંથી 26 જગ્યાઓ ભરાયેલ છે.

વલસાડ જિલ્લાની સ્થિતિ

વલસાડ જીલ્લામાં છેલ્લા 2 વર્ષમાં સી.પી.એસ. બોન્ડેડ-9,  પી.જી. બોન્ડેડ-10 અને 11 માસ કરાર આધારિત-15 મળી કુલ 34ને નિમણૂંક આપવામાં આવી છે. વલસાડમાં પ્રા.આ.કે. માં એમ.ઓ. વર્ગ-૨ની 93 માંથી 91 જગ્યાઓ ભરેલ છે. વલસાડ સા.આ.કે.માં તજજ્ઞ 32 માંથી 11 ભરેલી છે. નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ તજજ્ઞોને પણ અઠવાડીયામાં કેટલાક દિવસ ડેપ્યુટેશન આપીને સેવાઓ મેળવવામાં આવે છે. એમ.ઓ. વર્ગ-2ની તમામ 40 ભરેલ છે.  વલસાડમાં જીલ્લા હોસ્પિટલોમાં વર્ગ-1 ની 37 માંથી 23 અને વર્ગ-2 ની 23 માંથી 21 જગ્યાઓ ભરાયેલ છે.

રાજ્યમાં ખાલી જગ્યા ભરવાનું આયોજન

વર્ગ-1:  તજજ્ઞ વર્ગ-1ની જુદા-જુદા 12 સંવર્ગની કુલ 1146 જગ્યાઓ માટે G.P.S.C.માં માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જે પૈકી પીડીયાટ્રીશિયન અને ડેન્ટલ સર્જન સિવાયના તમામ સંવર્ગમાં પ્રાથમિક કસોટીની પ્રક્રિયા પુર્ણ થઇ છે. ઇન્ટરવ્યુ બાદ પસંદગી પ્રક્રિયા પુર્ણ થતા ઉમેદવારો ઉપલબ્ધ થયેથી ખાલી જગ્યાઓ પર નિમણૂંક આપવામાં આવશે. સરકારી મેડિકલ કોલેજો ખાતેથી પી.જી. થયેલ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવે છે. જે માટે હાલમાં 435 તજજ્ઞોનુ લીસ્ટ ઉપલબ્ધ થયેલ છે અને તેઓને નિમણૂંક આપવાની કાર્યવાહી ચાલુમાં છે. આરોગ્ય કમિશનર કચેરી દ્વારા દરરોજ વોક-ઇન ઇન્ટરવ્યુ લઇને 11 માસના કરાર આધારિત નિમણુંક આપવામાં આવે છે. સી.પી.એસ. થયેલ અંદાજે 98 ઉમેદવારોની અરજીઓ મળેલ છે. જેમને એક વર્ષ માટે નિમણૂંક આપવાની પ્રક્રિયા ચાલુમાં છે.

વર્ગ-2 :  વર્ગ-2ની 1921-જગ્યા ભરવા માટે ભરવા GPSC દ્રારા તા. 21/11/2024તથા તા. 08/01/2025ના રોજ જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી છે. જેમાં અંદાજે 13 હજાર કરતા વધુ અરજીઓ મળેલ છે અને તા. 30/03/2025ના રોજ પરીક્ષા પણ લેવામાં આવશે

વર્ગ-૩ :  વર્ગ-૩માં સ્ટાફનર્સની 1903 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે સ્પર્ધાત્મક પરિક્ષા લેવામાં આવી છે. પેરામેડીકલ વર્ગ-૩ સંવર્ગની અન્ય ખાલી જગ્યાઓ ભરવા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓનાં માંગણાપત્રક મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે. 10 વર્ષિય ભરતી કેલેન્‍ડર મુજબ રાજયમાં અર્બન હેલ્થ અંતર્ગત 1479 જગ્યાઓ ભરવા આયોજન કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1995માં 8 કોલેજમાં યુ.જી. ની 925 બેઠકો હતી. હાલ 41 કોલેજોમાં 7250 બેઠકો છે. જેના લીધે વર્ગ-2 ડોક્ટરો ઉપલબ્ધ થવાથી મોટા ભાગની વર્ગ-2 જગ્યાઓ બંને જીલ્લામાં ભરેલી છે. તેવી જ રીતે વર્ષ 1995માં પી.જી. માં 688 બેઠકોની સામે હાલ 3719 બેઠકો છે અને 1011 બેઠકો વધારવા માટે એસેન્સિયાલીટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે. આથી આવનારા સમયમાં વર્ગ-1 ની ઘટ પણ પુરી થઇ શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની ફાળવણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી , ગેરરિતીને કોઇ અવકાશ નહીં – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: રાજ્યના P.H.C. માં મેડિકલ ઓફિસર વર્ગ-2ની કુલ 84.96 % અને C.H.C. માં 76.75% જગ્યા ભરાઈ; આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આ પણ વાંચો: ગુજરાતમાં ગામડાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ: ઋષિકેશ પટેલ