Alert!/ ગુજરાતમાં વરસાદને લઇને રેડ અલર્ટ,આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી,પરતું મૂશળધાર વરસાદને લઇને પ્રશાસન દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે.

Top Stories Gujarat
2 2 9 ગુજરાતમાં વરસાદને લઇને રેડ અલર્ટ,આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી
  • ઉત્તર ગુજરાતના લોકો સાવધાન
  • બનાસકાંઠા,પાટણ,કચ્છમાં રાત્રે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ
  • 11 જિલ્લામાં 10 વાગ્યા સુધી મધ્યમ વરસાદની આગાહી
  • મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, અરવલ્લી સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં આગાહી

ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા લોકોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી હતી,પરતું મૂશળધાર વરસાદને લઇને પ્રશાસન દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે.ભારે વરસાદના લીધે ઉત્તર ગુજરાતને સાવધાન રહેવાની સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા,પાટણ,કચ્છમાં રાત્રે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ કરવામાં આવ્યું છે. આજે રાજયમાં વરસાદ અવિરત રીતે ચાલુ છે. ગુજરાતના 11 જિલ્લામાં  રાત્રે 10 વાગ્યા સુધી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

 

1 13 ગુજરાતમાં વરસાદને લઇને રેડ અલર્ટ,આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે મેઘારાજાએ લાંબા અંતરાલ બાદ રાજયમાં વરસાદે દસ્તક આપી હતી, જેના લીઘે આજે અનેક જિલ્લાઓમાં એલર્ટના નિર્દેશ આપવામાં આવ્યા છે. મોરબી,સુરેન્દ્રનગર,મહેસાણા,સાબરકાંઠા, અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંજ,પંચમહાલ,મહીસાગમાં વરસાદની આગાહી છે. છેલ્લા 12 કલાકના વરસાદની વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્યના 173 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. તેમાં ગોધરા-શહેરમાં અંદાજે 9 ઇંચ, વીરપુરમાં 8 ઇંચ, તલોદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. 9 જેટલા તાલુકામાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં આવતીકાલે ભારે વરસાદ પડવાની સંભાવના છે,જેના લીઘે તંત્ર એલર્ટ થઇ ગયું છે, આ સાથે બચાવકામગીરી માટે એનડીઆરએફની ટીમ પણ ખડેપગે ઉભી છે.