GPCB/ ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતાં એકમો સામે લાલ આંખ

ગુજરાતમાં પ્રદૂષણનું દૂષણ હજી રોકાવાનું નામ લેતું નથી. રાજ્યમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સખ્ત પગલાં લેવાની કાર્યવાહી છતાં પ્રદૂષણના દૂષણમાં ઘટાડો થતો નથી.

Gujarat Others
1 109 ગુજરાતમાં પ્રદૂષણ ફેલાવતાં એકમો સામે લાલ આંખ

ગુજરાતમાં પ્રદૂષણનું દૂષણ હજી રોકાવાનું નામ લેતું નથી. રાજ્યમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સખ્ત પગલાં લેવાની કાર્યવાહી છતાં પ્રદૂષણના દૂષણમાં ઘટાડો થતો નથી. વર્ષ-2020ના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રજૂ થયેલાં અહેવાલમાં આ અંગે ચિંતાની લાગણી જતાવવામાં આવી છે.

છેવટે લેવાયો નિર્ણય / કોરોના સંક્રમણ વધતા દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યુનો નિર્ણય

ગુજરાતમાં પાણી – હવા અને પર્યાવરણ સુરક્ષાના નિયમનો ભંગ કરીને એકમો ચલાવીને પ્રદૂષણ ફેલાવવાની માત્રા વધતી જાય છે. જો કે પ્રદૂષણ નિયંત્રણની મહત્વની કામગીરી કરતાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અંગે કાર્યવાહી કરી દંડનીય-એકમો બંધ કરવા ક્લોઝર નોટિસ – એકમો બંધ કરવા અને જેલની સજા સહિતના પગલાં લેવામાં આવ્યા છે. આમછતાં પ્રદૂષણની માત્રામાં ઘટાડો થયો નથી. તાજેતરમાં ગુજરાતપ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રજૂ થયેલાં વર્,-2020ના રિપોર્ટમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે.

પ્રદુષણ નિયંત્રણ માટે કરેલા કેસની વિગત

પ્રદૂષણનો પ્રકાર            –               વર્ષ-2019                  –            વર્ષ-2020

પાણી પ્રદૂષણ              –                2444                        –              2450

હવા પ્રદૂષણ               –                   636                         –               640

પર્યાવરણીય પ્રદૂષણ  –                    362                         –               515

ક્રિકેટ જગતના મોટા સમાચાર: BCCIનાં એન્ટી કરપ્શન યૂનિટના ચીફ તરીકે ગુજરાતના આ પૂર્વ DGPની નિમણૂક

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણને નિયંત્રણમાં લેવા થયેલી કાર્યવાહી અંગે રિપોર્ટમાં જણાવ્યા મુજબ 438 કેસમાં ગંદાપાણીના નિકાલ અઁગે 438 કેસમાં એકમોએ કાર્યવાહી થવા અંગે મનાઇહુકમ મેળવ્યો હતો તેના સ્થાને હવે આ કેસમાં કાયમી કાર્યાવાહી કરવાના આદેશ થયા છે..તો 60 કેસમાં એકમો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જીપીસીબી દ્વારા હવે પ્રદૂષણ નિયમનો ભંગ કરવા અંગે કડક કાર્યવાહી હેઠળ 247 કેસમાં જેલની સજા સહિતની ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જીપીસીબીની કડક કાર્યવાહી છતાં હજી પ્રદૂષણની માત્રા વધતી જતી હોવા અંગે અહેવાલમાં ચિંતા જતાવી વધુ ને વધુ કેસ એકમો સામે કરી કાર્યવાહી કરવાની ભલામણ પણ અહેવાલમાં કરવામાં આવી છે. હવે એકમસંચાલકો જાગૃત બનશે. ત્યારે જ પ્રદૂષણના દૂષણને નાથી શકાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ