ગણેશોત્સવ સ્પેશિયલ/ કેશોદ પંથકમાં ગણેશોત્સવનો આ રીતે કરાયો પ્રારંભ…

કેશોદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવા વાજતેગાજતે લઈ જવામાં આવ્યા…

Gujarat Others
કેશોદ

કેશોદ શહેર તાલુકામાં ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ગણેશોત્સવનો ધામધૂમથી ઉત્સાહભેર ઉજવવા માટે સવારથી જ જુદા જુદા વિસ્તારોમાં આવેલા વિવિધ યુવક મંડળો વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે ગજાનન ગણપતિ દાદાની મૂર્તિ લેવાં ઉમટી પડ્યા હતાં. કેશોદના માંગરોળ રોડ પર સવારથી જ ગણપતિ બાપા મોરીયા ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

અ 74 8 કેશોદ પંથકમાં ગણેશોત્સવનો આ રીતે કરાયો પ્રારંભ...

ગણેશ ચતુર્થી થી આનંદ ચૌદસ સુધી સ્થાપના કરી રોજેરોજ વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે અને સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ ઉભું થઈ જશે. કેશોદ ગણેશોત્સવ સમિતિના પ્રમુખ રાજુભાઈ પંડ્યા એ સર્વે નગરજનોને પોતાના વિસ્તારમાં યોજાયેલા ગણેશોત્સવ માં જોડાઈ તન મન અને ધનથી સહકાર આપી પોતાની શ્રધ્ધા દર્શાવી આયોજકોને ઉત્સાહિત કરવા અપીલ કરી છે.

કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધામધુમથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

તો બીજી બાજુ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી પર્યાવરણ બચાવવાનો પ્રયાસનો સંદેશો આપી અનોખીરીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે.ગણેશ ઉત્સવને લઈને છેલ્લા 12 વર્ષથી અમદાવાદના નિકિતા પટેલ અને તેમના પરિવાર દ્વારા  પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફેંકી દેવાની વસ્તુ ઓછી વપરાશ થતી હોય તેવી વસ્તુઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ગણેશજીની પ્રતિમાની આજુબાજુમાં અલગ અલગ થીમ બનાવવામાં આવે છે આ વખતે ઈંડાની વેસ્ટ ટ્રે, કાચ પેપર, થર્મોકોલ થી પછી ફેંકી દીધેલા બોક્સ,જૂના નાડા આ બધું ભેગું કરીને વેસ્ટ માંથી બેસ્ટ થીમ બનાવવામાં આવી છે ગણેશદાદાના અલૌકિક સુશોભન અને દર્શનનો લાભ લેવા પરિવાર તરફથી હાર્દિક નિમંત્રણ છે.

વેસ્ટમાંથી

આ પણ વાંચો:અમદાવાદનો આ પરિવાર અલગ-અલગ થીમ પર વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કરે છે ગણેશ ચતુર્થીની ઉજવણી

આ પણ વાંચો:અંબાજીના મેળાને અપાયો આખરી ઓપ, 25 લાખ કરતા વધુ ભક્તો આવવાની શક્યતા

આ પણ વાંચો:જંગલ છોડી જંગલના રાજાનો પરિવાર શહેર તરફ, આ વિસ્તારમાં સિંહોની લટાર

આ પણ વાંચો:  બોરસદના યુવકને આપવામાં આવી તાલિબાની સજા,વીડિયો થયો વાયરલ