Not Set/ iPhone X જેવો દેખાતો Redmi નો આ નવો ફોન થયો ભારતમાં લોન્ચ

Xiaomi કંપનીએ આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.  Redmi 6 સીરીઝનો આ ફોન દેખાવમાં એપલ કંપનીના iPhone X જેવો છે. કંપનીએ Redmi 6 Pro મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે અને સાથે સાથે Redmi 6A અને Redmi 6 પણ લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે વેરીએન્ટમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. 3GB+32GB વેરીએન્ટની […]

Trending Tech & Auto
mantavya news iPhone X જેવો દેખાતો Redmi નો આ નવો ફોન થયો ભારતમાં લોન્ચ

Xiaomi કંપનીએ આજે ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.  Redmi 6 સીરીઝનો આ ફોન દેખાવમાં એપલ કંપનીના iPhone X જેવો છે. કંપનીએ Redmi 6 Pro મોબાઈલ ફોન લોન્ચ કર્યો છે અને સાથે સાથે Redmi 6A અને Redmi 6 પણ લોન્ચ કરી દીધો છે. આ ફોનને બે વેરીએન્ટમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. 3GB+32GB વેરીએન્ટની કિમત 10,999 રૂપિયા રાખવામાં આવી છે જયારે 4GB+64GB વેરીએન્ટની કિમત 12,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનની ખાસ વિશેષતા એ છે કે આ ફોનમાં iPhone X જેવો નોચ (notch) આપવામાં આવ્યો છે. આ રેડમી સીરીઝનો પહેલો સ્માર્ટફોન છે જેમાં ડિસપ્લે નોચ આપવામાં આવ્યું છે.

Redmi 6 Pro નું પહેલું વેચાણ 11 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી શરુ કરવામાં આવશે. ગ્રાહકો આ ફોનને શાઓમીની ઓફિસિયલ વેબસાઈટ પરથી અને એમેઝોન ઇન્ડિયાની સાઈટ પરથી ખરીદી શકશે. જયારે આવતા દિવસોમાં Mi હોમ્સ અને ઓફલાઈન પાર્ટનર્સ પર પણ આ ફોનને અવેલેબલ કરાવવામાં આવશે. ગ્રાહકોને લોન્ચ ઓફર તરીકે HDFC નાં ડેબીટ/ક્રેડીટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 500 રૂપિયાની છુટ આપવામાં આવશે. આ સ્માર્ટફોન ચાર કલરમાં માર્કેટમાં મળશે. ગ્રાહકોને રેડ, બ્લેક, ગોલ્ડ અને બ્લુ કલરનો ઓપ્શન મળશે.

શું છે Xiaomi Redmi 6 Pro નાં સ્પેસીફીકેશન

આ ફોન ડ્યુઅલ નેનો સીમ સપોર્ટ વાળો છે. Xiaomi Redmi 6 Pro એન્ડ્રોઈડ આધારિત MIUI 9 પર ચાલે છે. આ ફોનમાં 5.84 ઈંચની ફુલ HD + ડિસપ્લે છે. 3GB અને 4GB રેમ સાથે 2GHz ઓક્ટા કોર સ્નેપ ડ્રેગન 625 પ્રોસેસર આપવામાં આવ્યું છે.આ સાથે ફેસ અનલોકનું ફીચર પણ આપવામાં આવ્યું છે.

જો ફોટોગ્રાફીની વાત કરીએ તો Redmi 6 Pro માં રીયર ડ્યુઅલ કેમેરા ગોઠવવામાં આવ્યા છે.આનો પહેલો કેમેરો 12 મેગાપીક્સ્લનો છે જયારે બીજો કેમેરો 5 મેગાપીક્સ્લનો છે.સાથે LED ફ્લેશનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય ફ્રન્ટ મોડમાં AI પોર્ટરેટ મોડ અને HDR સાથે 5 મેગાપીક્સ્લનો કેમેરો આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી 32GB અને 64GBની છે અને મેમરી કાર્ડની મદદથી ફોનની મેમરીને 256GB સુધી વધારી શકાય છે. ક્નેક્ટીવીટી માટે આમાં 4G VoLTE, Wi-Fi 802.11 a/b/g/n (ડ્યુઅલ બેન્ડ2.4GHz, 5GHz), બ્લુ ટુથ v4.2, GPS/ A-GPS, માઈક્રો-USB અને એક ૩.5mm હેડફોન જેકનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.આ સ્માર્ટફોનની બેટરી 4000mAh ની છે.